(ANI Photo)
બોલીવૂડમાં એવી ચર્ચા છે કે, તાપસી પન્નુએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. સૂત્રો કહે છે કે, તેણે 23 માર્ચે ઉદયપુરમાં બેડમિન્ટન ખેલાડી મેથિયાસ બો સાથે લગ્ન કર્યા હતા. તાપસી અને મથિયાસ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
થોડા દિવસોથી તેમના લગ્નની ખબરો બહાર આવતી હતી, જોકે તાપસીએ તેની પુષ્ટિ કરી ન હતી. સૂત્રો કહે છે કે તેમના લગ્નમાં બહુ ઓછા અને ખૂબ જ નજીકના મહેમાનો હતા. લગ્નમાં આવેલા મહેમાનોમાં પાવેલ ગુલાટી અને દિગ્દર્શક અનુરાગ કશ્યપનો સમાવેશ થાય છે.
અગાઉ એવું કહેવાતું હતું કે, તે બંનેના લગ્ન શિખ અને ક્રિશ્ચિયન રિવાજ મુજબ થશે. બંનેના લગ્નની વિધિ 20 માર્ચે શરૂ થઈ હતી અને 23 માર્ચના રોજ લગ્ન સાથે પૂરી થઈ હતી. તેના નજીકના મિત્ર પાવેલ ગુલાટીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નનો ફોટો શેર કર્યો હતો. તસવીરમાં તમામ મિત્રો લગ્નના રંગોમાં સજ્જ જોવા મળે છે. આ તસવીર શેર કરતી વખતે તેણે લખ્યું, “અમને ખબર નથી કે અમે ક્યાં છીએ.”
તાપસી પન્નુ સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી રાઈટર કનિકા ધિલ્લોને પણ કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે, જેમાં તે સુંદર ડ્રેસમાં જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તસવીરો પણ તાપસીના લગ્ન સમારંભની છે.
ઉલ્લેખનીય છે કે કનિકા અને તાપસીએ હસીન દિલરૂબા, મનમર્ઝિયાં, ડંકી અને ફિર આયી હસીન દિલરૂબા જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જોકે, તેના આ મિત્રોએ પણ લગ્ન વિશે એક પણ શબ્દ લખ્યો નથી.તાપસી અને મથિયાસની પ્રથમ મુલાકાત 2013માં થઈ હતી. મેથિયાસ ડેનિશ બેડમિન્ટન ખેલાડી છે અને તેણે 2015 યુરોપિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.

LEAVE A REPLY

seventeen − 10 =