બોલિવૂડ અભિનેત્રી તમન્નાા ભાટિયા (Photo by ARUN SANKAR/AFP via Getty Images)

દિનેશ વિઝને પોતાની નવી વેબસીરીઝ માટે તમન્ના ભાટિયાને સાઇન કરી છે. તમન્ના આ વેબસીરીઝ દ્વારા હિન્દી ઓટીટી પ્લેટફોર્મ પર પદાર્પણ કરશે. તમન્ના આ વેબસીરીઝમાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે તેમ કહેવાય છે. આ મહિનાના અંતમાં આ વેબસીરીઝનું મુંબઇમાં શૂટિંગ શરૂ થશે.

તમન્ના બોલીવૂડની ચાંદ સા રોશન ચહેરા, હિમ્મતવાલા, હમશકલ્સ, એન્ટરટેઇનમેન્ટ વગેરે ફિલ્મોમાં જોવા મળી છે. તેની લોકપ્રિયતા ફિલ્મ બાહુબલીથી વધી ગઇ છે. તમન્નાએ સાઉથની વેબસીરીઝમાં ડેબ્યુ કરી દીધું છે. 11 અવર નામની વેબસીરીઝ ડિઝની પ્લસ અને હોટસ્ટાર પર આવી હતી. હવે તે ટૂંક સમયમાં જ હિન્દી વેબ સીરીઝનું શૂટિંગ શરૂ કરશે.