પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ટાટા ગ્રુપની કંપની ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટીએ સમગ્ર ભારતમાં પબ્લિક ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના કરવા માટે શેલ ઇન્ડિયા માર્કેટ્સ સાથે જોડાણ કર્યું છે, એવી ટાટા ગ્રુપે ગુરુવારે જાહેરાત કરી હતી. શેલ ભારતમાં વિશાળ ફ્યુઅલ સ્ટેશન નેટવર્ક ધરાવે છે, બીજી તરફ ટાટા ગ્રૂપની આ કંપની ઇલેક્ટ્રિકલ વ્હિકલ્સનું વેચાણ કરે છે.

ટાટા ગ્રૂપની કંપનીએ જણાવ્યું હતું કે ટાટા ઇલેક્ટ્રિક વાહનોના માલિકો વારંવાર આવે છે ત્યાં ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે.ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોના સંદર્ભમાં ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટીનો બજાર હિસ્સો 71% છે.

શેલ ઈન્ડિયા યુકેની ઉર્જા કંપની શેલની પેટાકંપની છે. આ કંપની એનર્જી સોલ્યુશન્સ અને ઇન્ફ્રા ડેવલપમેન્ટમાં કુશળતા ધરાવે છે. શેલના EV રિચાર્જ સ્થાનો 98%-99% ચાર્જર અપટાઇમ સાથે અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ ઓફર કરે છે.

ટાટા ગ્રૂપ અને શેલ ઈન્ડિયા બંને કંપનીઓના એકસાથે આવવાથી આર્થિક વૃદ્ધિને ટેકો મળશે અને EV સેક્ટરમાં રોજગારીની તકો ઊભી થશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચાર્જ કરવાથી બાંધકામ, જાળવણી અને કામગીરીમાં રોજગારીની તકો પણ ઊભી થશે, તે સંબંધિત ઉદ્યોગોમાં નવીનતા અને સાહસિકતાને પણ પ્રોત્સાહન આપશે.

TPEMના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર બાલાજે રાજને જણાવ્યું હતું કે આ ભાગીદારી દ્વારા, અમારો ધ્યેય હાલના ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવાનો છે, જે દેશમાં EVsને મુખ્યપ્રવાહમાં લાવવા માટે નિર્ણાયક છે.

 

LEAVE A REPLY

2 × five =