પ્રતિક તસવીર

ટાટા સ્ટીલના વેલ્સમાં આવેલા પોર્ટ ટેલ્બોટ અને ન્યુપોર્ટ લેનવર્ન પ્લાન્ટમાં કામ કરતા આશરે 1,500 કામદારોએ ગુરુવારે કંપનીની બ્લાસ્ટ ફર્નેસ બંધ કરવાની અને 2,800 નોકરીઓ છોડવાની યોજના પર હડતાળ પાડવાની તરફેણમાં મત આપ્યો હતો. મુંબઈ-મુખ્યમથક ધરાવતી સ્ટીલ કંપનીએ જણાવ્યું હતું કે તે આ પગલાથી “નિરાશ” છે.

કંપની કહે છે કે તેની પુનઃરચના યોજનાઓ બિઝનેસને ટકાવી રાખવા માટે મહત્વપૂર્ણ છે કારણ કે કંપની નવી ઇલેક્ટ્રિક ટેક્નોલોજીમાં પરિવર્તિત થઈ રહી છે.

યુનાઈટ ધ યુનિયને જણાવ્યું હતું કે  “અમે સ્વાભાવિક રીતે નિરાશ છીએ કે જ્યારે પરામર્શ ચાલુ છે. કંપનીના બન્ને પ્લાન્ટ્સના યુનિયનના સભ્યોએ સંકેત આપ્યો છે કે જો બિઝનેસીસ અને તેના માટે આગળના માર્ગ પર કોઈ કરાર ન થઈ શકે તો તેઓ હડતાલના પગલાં લેવા તૈયાર રહેશે.

LEAVE A REPLY

one × 3 =