DPD ડિલિવરી ડ્રાઇવરને માર મારી તેની હત્યા કરવા બદલ ડડલીના અર્શદીપ સિંહ, જગદીપ સિંહ અને શિવદીપ સિંહ તથા સ્મેથવિકના મનજોત સિંહને દોષી ઠેરવી તેમને ઓછામાં ઓછા 28 વર્ષની જેલની સજા સાથે આજીવન જેલની સજા ફટકારવામાં આવી હતી.

23 વર્ષીય ઓરમાન સિંઘ નામના DPD ડિલિવરી ડ્રાઇવર પર ગયા ઓગસ્ટમાં શ્ર્યુઝબરીમાં કુહાડી, ગોલ્ફ ક્લબ સ્ટીક, લાકડાના સ્ટેવ, મેટલ ક્લબ, હોકી સ્ટિક, પાવડો, ક્રિકેટ બેટ અને છરી વડે પ્રહાર કરી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પીટરબરોના સુખમનદીપ સિંઘને માનવવધ માટે 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

સ્ટેફર્ડ ક્રાઉન કોર્ટના જજ ક્રિસ્ટીના મોન્ટગોમેરી કેસીએ તેને “ભયાનક નિર્દયતાભર્યો હુમલો અને જાહેર ફાંસી” તરીકે વર્ણવ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેને મારવાના હેતુથી હુમલો કરી સિંહને રસ્તાની બાજુમાં મરવા માટે છોડી દેવાયો હતો.

હુમલા પાછળનો હેતુ કોર્ટમાં જાહેર કરવામાં આવ્યો ન હતો, પરંતુ વેસ્ટ મર્સિયા પોલીસના ડીટેક્ટીવ ચિફ ઇન્સ્પેક્ટર માર્ક બેલામીએ જણાવ્યું હતું કે અધિકારીઓનું માનવું છે કે પીડિત સંભવતઃ 20 ઓગસ્ટના રોજ ડર્બીશાયરમાં બનેલી ઘટના સાથે જોડાયેલો હતો. જીવલેણ હુમલામાં સામેલ મનાતા અન્ય ચાર માણસો, જેઓ સ્ટોક-ઓન-ટ્રેન્ટના ડીપીડી ડેપોમાં હતા તેઓ હજુ પણ ફરાર છે.

હત્યામાં સામેલ અપરાધીઓ:

  • અર્શદીપ સિંહ, 24, શો રોડ, ટીપ્ટન, ડડલી
  • જગદીપ સિંહ, 23, ગુડરિચ મેવ્સ, ડડલી
  • શિવદીપ સિંહ, 27, ગ્રીનફિલ્ડ રોડ, સ્મેથવિક
  • મનજોત સિંઘ, 24, પણ ગ્રીનફિલ્ડ રોડ, સ્મેથવિક

સુખમનદીપ સિંહ, 24, ઓર્ટન ગોલ્ડહેમાં પેનેલ્સ, પીટરબરો.

LEAVE A REPLY