ટેક્સ
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વિમાનની ટિકિટ પરના જીએસટીના રેટને હાલના 12 ટકાથી વધારીને 18 ટકા કરવામાં આવ્યો હોવાથી 22 સપ્ટેમ્બરથી પ્રીમિયમ, બિઝનેસ અને ફર્સ્ટ ક્લાસ ફ્લાઇટ ટિકિટના ભાવમાં વધારો થશે. જો ઇકોનોમી ક્લાસમાં માટેની ટિકિટના જીએસટીને 5 ટકા રાખવામાં આવ્યો હોવાથી તેના ભાવમાં વધારો થવાની ઓછી શક્યતા છે.

નિષ્ણાતોનું માનવું છે કે પ્રીમિયમ એર ટિકિટ પર GST વધારે હોવાથી વિમાન મુસાફરો ઇકોનોમી ક્લાસમાં વધુ મુસાફરી કરે તેવી પણ શક્યતા છે.

]GST કાઉન્સિલે એક મોટા સુધારામાં 5 ટકા અને 18 ટકાના બે-દર માળખાને અંતિમ સ્વરૂપ આપ્યું. આ પગલાથી સામાન્ય ઉપયોગની વસ્તુઓ સહિત મોટી સંખ્યામાં પ્રોડક્ટ્સ અને સેવાઓના ભાવ ઘટશે.

એરલાઇન્સના સંદર્ભમાં નોન-ઇકોનોમી ક્લાસ ટિકિટ માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વર્તમાન 12 ટકાથી વધારીને 18 ટકા કરવામાં આવ્યો છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) સાથેનો આ દર 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.

LEAVE A REPLY