તાતા ગ્રુપની કંપની-તાતા કન્સલ્ટન્સી સર્વિસીઝ (TCS) દ્વારા લંડનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એક્સપીરિયન્સ ઝોન અને ડિઝાઈન સ્ટુડિયો લોન્ચ કરવાની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે. આ સાથે કંપનીએ કહ્યું છે કે, યુકેમાં તેના સતત વધતા રોકાણથી ત્રણ વર્ષમાં 5000 નવી નોકરીઓ ઊભી થશે. ટીસીએસે જણાવ્યું હતું કે કંપની યુકેમાં સાથે લાંબા સમયથી ભાગીદારી ધરાવે અને દેશ વ્યૂહાત્મક રોકાણ કરતી રહી છે. હાલમાં ટીસીએસ સમગ્ર યુકેમાં અંદાજે 42,000 લોકોને રોજગારી આપે છે.
