Situation in East Ladakh with China very delicate and dangerous: Jaishankar
(ANI Photo)

આર્થિક કટોકટીમાં પાકિસ્તાનને મદદ કરવાનો લગભગ ઇનકાર કરતાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવાર, 23 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે જો કોઇ દેશનો મૂળ ઉદ્યોગ આતંકવાદ હોય તો તે મુશ્કેલ સ્થિતિમાંથી બહાર આવી શકતો નથી.

આંતરરાષ્ટ્રીય મંચ પર ચીન અને પાકિસ્તાન વિશે તીક્ષ્ણ ટિપ્પણીઓ કરવા માટે જાણીતા જયશંકરે જણાવ્યું હતું કે “પાકિસ્તાન સાથેના સંબંધોમાં આતંકવાદ એક મૂળભૂત મુદ્દો છે… આપણે તેનો ઇનકાર ન કરવો જોઈએ.” પાકિસ્તાનને કટોકટીનો સામનો કરવામાં કોઈ મદદ ન કરવાનો સ્પષ્ટ સંકેતા આપતા તેમણે કહ્યું હતું કે તેઓ આવો કોઇ મોટો નિર્ણય કરતી વખતે ભારતના લોકોની લાગણીને ધ્યાનમાં લેશે.

પૂણેમાં સિમ્બાયોસિસ ઈન્ટરનેશનલ યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘ફેસ્ટિવલ ઓફ થિંકર્સ’ કાર્યક્રમને વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે આજે આપણી પાસે દેશની એવી છબી છે, કે જે તેની રાષ્ટ્રીય સુરક્ષાની રક્ષા કરવા માટે જે કરવું પડે તે કરવા તૈયાર છે. ભારત ખૂબ જ સહનશીલ દેશ છે, ધીરજ ધરાવતો દેશ છે, તે એવો દેશ નથી કે જે અન્ય લોકો સાથે ઝઘડા કરે છે. પરંતુ તે એક એવો દેશ છે જેને બહાર ધકેલી શકાતો નથી. આ એક એવો દેશ છે જે તેની મૂળભૂત રેખાઓ ઓળંગવા દેશે નહીં.

યુક્રેન સંઘર્ષનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તે સંઘર્ષ સાથે જે દબાણ આવ્યું તે પણ એક એવો સમય હતો કે જ્યારે આપણી સ્વતંત્રતા અને આત્મવિશ્વાસની ભાવનાની કસોટી કરવામાં આવી હતી. આપણને એક આઝાદ દેશ તરીકે જોવામાં આવે છે. દેશની છબી આજે માત્ર પોતાના અધિકારો માટે જ નહીં, પરંતુ દક્ષિણ એશિયાના અવાજ તરીકે ઊભરી છે.

 

LEAVE A REPLY

14 − 8 =