સ્વિત્ઝર્લેન્ડના બર્ન ખાતે બ્રાન્ચ ઓફિસમાં ટેસ્લાનો લોગો (REUTERS/Arnd Wiegmann/File Photo/File Photo)

એલોન મસ્કની માલિકીની ઇલેક્ટ્રિક વ્હિકલ કંપની ટેસ્લા તેના વૈશ્વિક કર્મચારીઓના 10%થી વધુ કર્મચારીઓને નોકરીમાં કાપ મૂકશે. જો આ નિર્ણયનો કંપની વ્યાપી અમલ થશે તો તેનાથી 14,000થી વધુ કર્મચારીઓને છૂટા કરાશે.

આંતરિક ઈમેલમાં, સીઈઓ મસ્કએ જણાવ્યું હતું કે ઝડપી વૃદ્ધિને કારણે કંપનીમાં ભૂમિકાઓનું ડુપ્લિકેશન થયું છે અને “વૃદ્ધિના આગલા તબક્કા” માટે ખર્ચમાં ઘટાડો જરૂરી છે. અમે કંપનીને વૃદ્ધિના અમારા આગામી તબક્કામાં લઇ જવા માટે તૈયાર કરીએ છીએ, ત્યારે ખર્ચ ઘટાડવા અને ઉત્પાદકતા વધારવા માટે કંપનીના દરેક પાસાઓ પર ધ્યાન આપવું અત્યંત મહત્વપૂર્ણ છે. આ પ્રયાસના ભાગરૂપે, અમે કંપનીના માળખાની સંપૂર્ણ સમીક્ષા કરી છે અને વૈશ્વિક સ્તરે કર્મચારીની સંખ્યામાં 10%થી વધુ ઘટાડવાનો મુશ્કેલ નિર્ણય  કર્યો છે.

ટેસ્લાએ માંગને વધારવા માટે તેના EVsના ભાવ ઘટાડાનો અમલ કર્યો હોવા છતાં ઓટો ડિલિવરીમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે કંપનીએ આ હિલચાલ કરી છે.

LEAVE A REPLY

5 × 2 =