Thasawar Iqbal

બે મહિલાઓનું અપહરણ કરીને હુમલો કરી એક મહિલા પર બળાત્કાર ગુજારનાર શાળાના પૂર્વ ગવર્નર તરીકે સેવા આપનાર 41 વર્ષીય થાસાવર ઈકબાલને બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં 22 વર્ષની જેલની સજા કરાઇ હતી. પેરોલ અને શરતી લાયસન્સ માટે વિચારણા કરતા પહેલા તેણે ઓછામાં ઓછી 17 વર્ષની કેદ ભોગવવી પડશે.

બર્ચડેલ રોડ, એર્ડિંગ્ટનના ઇકબાલની ચોરને રોકવાના પ્રયાલ બદલ પોલીસ દ્વારા પ્રશંસા કરાઇ હતી. બે બાળકોના પિતા અને પરિણીત ઇકબાલે આ અગાઉ ક્યારેય સેક્સ અપરાધ કર્યો ન હતો. પરંતુ આઠ મહિના દરમિયાન તેણે ટેક્સી ડ્રાઈવર હોવાનો ઢોંગ કરીને બર્મિંગહામ સિટી સેન્ટરમાંથી બે એકલી મહિલાઓને નિશાન બનાવી હતી. બેશરમ ઇકબાલે ધરપકડ કરાયા બાદ જામીન મેળવીને બીજો હુમલો કર્યો હતો.

ઇકબાલને જાતીય અપરાધ કરવાના ઇરાદા સાથે અપહરણ અને બળાત્કારના બે-બે ગુના, બળાત્કારના પ્રયાસના એક ગુના, જાતીય હુમલોના બે ગુના અને ઘૂંસપેંઠ દ્વારા હુમલો કરવાના એક ગુના માટે દોષિત ઠેરવાયો હતો.

નિષ્ણાત પબ્લિક પ્રોટેક્શન યુનિટના ડિટેક્ટીવ કોન્સ્ટેબલ સોનિયા રામે કહ્યું હતું કે “ઇકબાલ એક હિંસક જાતીય અપરાધી છે. તે પૂર્વ આયોજિત રીતે ટેક્સી ડ્રાઇવર તરીકે યુવાન નિર્બળ મહિલાઓને ઉપાડીને પસંદગીના સ્થળે લઈ જઇ જાતીય દુર્વ્યવહાર કરતો હતો.

LEAVE A REPLY

nineteen + seventeen =