(Photo by STRDEL/AFP via Getty Images)

સોની ટીવી પર હવે ટૂંક સમયમાં ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ની 10મી સીઝન શરૂ થવાની છે. ભારતભરમાંથી આવતા લોકોની પ્રતિમા આ શોમાં દેખાશે. આ શોને કિરણ ખેર, શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને બાદશાહ જજ કરશે.

આ અંગેની એક નાની વિડિયો ક્લિપ શિલ્પાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. બાદશાહના સનગ્લાસિસ પર કિરણ ખેર તેની મજાક કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે તે હંમેશાં એકસરખો જ દેખાય છે. તો બીજી તરફ કિરણ ખેરને શિલ્પા કહે છે કે, તમે એટલાં સુંદર દેખાવ છો કે લાગતું જ નથી કે તમે બીમાર છો. આ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને શિલ્પાએ કેપ્શન આપી હતી, ‘અમે ફરીથી આવી રહ્યાં છીએ. ‘ઇન્ડિયાઝ ગેટ ટેલેન્ટ’માં અમને જુઓ ઝડપથી જ સોની ટીવી પર.’

 

LEAVE A REPLY

four − 1 =