બોલિવૂડ એક્ટર ગુરમીત ચૌધરી અને તેની પત્ની દેબિના બોનરજી (ANI Photo)
અહીં મનોરંજનના નાના પડદાના એવા કલાકારોની વાત કરવામાં આવી છે જેમની વચ્ચે સીરિયલોમાં જીવનસાથીની ભૂમિકાઓ ભજવતાં પ્રેમ પાંગર્યો હોય અને પછી અંગત રીતે એકબીજાના જીવનસાથી બની ગયા હતા.
ગુરમીત ચૌધરી-દેબીના બેનરજી
ગુરમીત ચૌધરી અને દેબીના બેનરજીની મુલાકાત ધાર્મિક સીરિયલ ‘રામાયણ’ દરમિયાન થઇ હતી. આ સીરિયલમાં ગુરમીતે રામની ભૂમિકા ભજવી હતી, જ્યારે દેબીના બેનરજીએ સીતાનો રોલ કર્યો હતો. આવી રીતે સાથે કામ કરતાં બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા. અંતે સીરિયલ પૂર્ણ થતાં તેમણે લગ્ન પણ કરી લીધા હતા. હવે તેઓ બે દીકરીઓના માતા-પિતા પણ છે.
હિતેન તેજવાણી-ગૌરી પ્રધાન
હિતેન તેજવાણી અને ગૌરી પ્રધાને ‘કુટુમ્બ’ નાટકમાં સાથે કામ કર્યું હતું. ત્યાર પછી તેઓ તત્કાલીન લોકપ્રિય સીરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’માં સાથે હતા. આ સીરિયલમાં બંનેએ પતિ-પત્નીની ભૂમિકા ભજવી હતી. સાથે કામ કરતી વખતે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. આ પછી હિતેન અને ગૌરીએ 2004માં લગ્ન કર્યા હતા.
દીપિકા કક્કર-શોએબ ઈબ્રાહિમ
દીપિકા અને શોએબની પ્રથમ મુલાકાત કલર્સ ટીવીની જાણીતી સીરિયલ ‘સસુરાલ સિમર કા’ના શૂટિંગ દરમિયાન થઈ હતી. આ સીરિયલમાં બંને પતિ-પત્નીના રોલમાં હતા. બંને સિરિયલમાં એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ આ પ્રેમ માત્ર અભિનય પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ ગાઢ હતો. જોકે દીપિકા હિન્દુ હતી અને અગાઉ તેના છૂટાછેડા થયા હતા, જ્યારે શોએબ મુસ્લિમ પરિવારનો હતો, પણ તેની કોઇ સમસ્યા નહોતી. તેમણે 22 ફેબ્રુઆરી 2018ના રોજ લગ્ન કર્યા હતા.
રામ કપૂર-ગૌતમી કપૂર
અનેક જાણીતી સીરિયલ્સ અને ફિલ્મોમાં જોવા મળેલા રામ કપૂરે પણ પોતાની રીલ પાર્ટનર ગૌતમી કપૂરને પોતાની રીયલ લાઈફ પાર્ટનર બનાવી છે. બંનેની મુલાકાત સીરિયલ ‘ઘર એક મંદિર’ના શૂટિંગ દરમિયાન થઈ હતી. બંને પહેલી જ મુલાકાતમાં એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. બંને લગ્ન કરવા ઇચ્છતા હતા. પરંતુ લગ્ન કરવાનું સરળ નહોતું. પરિવારને મનાવવા માટે રામ અને ગૌતમીએ ખૂબ કષ્ટ પડ્યું હતું. બંનેએ 14 ફેબ્રુઆરી 2003ના રોજ લગ્ન કર્યા હતા.
રવિ દુબે-શરગુન મહેતા
રવિ દુબે અને શરગુન મહેતાની જોડી પણ સીરિયલ ‘12/24 કરોલ બાગ’માં સાથે જોવા મળી હતી. આ સીરિયલમાં બંનેએ પતિ-પત્ની ભૂમિકા ભજવી હતી. સીરિયલમાં આ જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. જોકે, આ સીરિયલ તો ટૂંક સમયમાં સમાપ્ત થઈ ગઈ, પરંતુ આ સીરિયલના શૂટિંગ દરમિયાન પાંગરેલો પ્રેમ અકબંધ રહ્યો અને તેમણે 2013માં લગ્ન કરી લીધા હતા.

LEAVE A REPLY

3 × five =