(ANI Photo)
ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી સિનેમા અને રંગભૂમિના લોકપ્રિય અભિનેતા. તેઓ અભિનય સમ્રાટ તરીકે પણ જાણીતા હતા. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર એક લાંબા સમયગાળા દરમિયાન પ્રભુત્વ જમાવનાર ઉપેન્દ્ર ત્રિવેદીએ 1980ના દાયકામાં રાજકારણમાં ઝંપલાવ્યું હતું. પહેલા 1985 અને પછી 1990માં તેઓ કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા, 1998માં અપક્ષ ઉમેદવાર તરીકે ભિલોડા મતવિસ્તારમાંથી ચૂંટણી જીત્યા હતા. 31 માર્ચ, 2000થી 19 જુલાઇ દરમિયાન તેમણે વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર હતા.
પરેશ રાવલ (ભાજપ)
હિન્દી ફિલ્મોના જાણીતા અદાકાર પરેશ રાવલે ભાજપ સાથે જોડાઇને 2014માં અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને વિજય મેળવ્યો હતો. અભિનેતા તરીકે ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર પરેશ રાવલની રાજકીય કારકિર્દી પાંચ વર્ષ સુધી જ મર્યાદિત રહી હતી. તેમણે ગુજરાતી ફિલ્મ નસીબની બહિલારીમાં પણ અભિનય કર્યો હતો. આ ઉપરાંત ઘણી તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
નરેશ કનોડીયા (ભાજપ)
ગુજરાતી ફિલ્મોમાં ઉપેન્દ્ર ત્રિવેદી પછીના સુપરસ્ટાર. તેઓ ભાજપની ટીકીટ પર વડોદરા પાસેના કરજણ વિધાનસભા મત વિસ્તારમાંથી વિજેતા થઇને તેઓ 2002થી 2007 દરમિયાન ધારાસભ્ય બન્યા હતા.
મહેશ કનોડીયા (ભાજપ)
તેઓ નરેશ કનોડિયાના મોટાભાઇ થાય. તે અભિનેતા નહોતા પરંતુ તેમણે અનેક ગુજરાતી ફિલ્મોના સંગીતકાર હતા અને સારા લોકગાયક પણ હતા. તેમણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇને ચાર વાર ઉત્તર ગુજરાતની પાટણ લોકસભા બેઠક પરથી વિજેતા થયા હતા.
હિતુ કનોડિયા (ભાજપ)
હિતુ કનોડિયા એટલે નરેશ કનોડિયાના પુત્ર. તેમણે બાળ કલાકાર તરીકે ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી અને 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ પણ પિતાની જેમ રાજકીય જીવનમાંથી પસાર થયા છે. તેઓ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કડી મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર હતા પરંતુ તેમની હાર થઇ હતી. બીજીવાર તેમને 2017માં ઇડર વિધાનસભામાંથી ટિકિટ આપવામાં આવી હતી અને વિજેતા થયા હતા.

LEAVE A REPLY