(Photo by Anna Moneymaker/Getty Images)

અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને બિલિયોનેર ઇલોન મસ્કની મિત્રતાનો અંત આવ્યો લાગ્યો છે. મસ્કે ટ્રમ્પના ‘વન બિગ, બ્યુટિફુલ’ બિલની જાહેરમાં ટીકા કરી હતી અને સરકારી કાર્યક્ષમતા વિભાગમાં તેમની ‘નોકરી’ છોડી દીધી છે. X પર પોસ્ટ મસ્કે લખ્યું હતું કે ખાસ સરકારી કર્મચારી તરીકેનો મારો નિર્ધારિત સમય સમાપ્ત થાય છે.”

મસ્ક પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં બીજા કાર્યકાળ માટે લગભગ US$300 મિલિયનનું ચૂંટણી ભંડોળ પૂરું પાડ્યું હતું અને બંનેની મિત્રતા થઈ હતી.

આ ટીકાને ગયા વર્ષની ચૂંટણી દરમિયાન બંને નેતાઓ વચ્ચે થયેલી મિત્રતામાં તિરાડ માનવામાં આવી રહી છે. મસ્કે કહ્યું હતું કે આ કાયદો માત્ર ખર્ચાળ નથી, પરંતુ તે તેમના વિભાગ, સરકારી કાર્યક્ષમતા વિભાગના પ્રયાસોને પણ નબળા પાડે છે. ‘એક બિલ મોટું અથવા સુંદર હોઈ શકે છે, પરંતુ મને નથી લાગતું કે તે બંને હોઈ શકે.’

મસ્કે કહ્યું કે આ બિલ સરકારી ખર્ચ અને નુકસાન બંનેમાં વધારો કરી રહ્યું છે. આ તે ઉદ્દેશ્યની વિરુદ્ધ છે જેના માટે તેમણે સરકારી ખર્ચમાં $1 ટ્રિલિયનનો ઘટાડો કરવા DOGE વિભાગ બનાવ્યો હતો. પરંતુ હવે તેમનું માનવું છે કે વોશિંગ્ટન ડીસીની સરકારી વ્યવસ્થા અપેક્ષા કરતાં વધુ ખરાબ છે. તેમણે કહ્યું કે, ‘મને લાગ્યું હતું કે કેટલીક સમસ્યાઓ હશે, પરંતુ સરકારી વ્યવસ્થામાં સુધારો કરવો ખૂબ જ મુશ્કેલ કાર્ય છે.  હવે તેઓ રાજકારણનો સમય ઘટાડશે. કારણ કે, તેમને લાગે છે કે, તેમણે પૂરતું કામ કર્યું છે.

મે મહિનાના મધ્યમાં વિવિધ અહેવાલો આવ્યા હતાં જેમાં જણાવાયું હતું કે મસ્ક અને ટ્રમ્પ સોશિયલ મીડિયા પર ( X અને Truth Social પર) એકબીજા સાથે વાત કરી રહ્યા ન હતાં.અમેરિકન ન્યૂઝ વેબસાઇટ ધ ડેઇલી બીસ્ટે નોંધ્યું હતું કે ટ્રમ્પ મસ્ક વિશે સંપૂર્ણ ચૂપ રહ્યાં છે, તેમના ઓનલાઈન ઉલ્લેખોને ઘટાડી દીધાં હતાં અને વ્હાઇટ હાઉસના જાહેર કાર્યક્રમોમાં મસ્કનો સમાવેશ કર્યો ન હતો.

LEAVE A REPLY