FILE PHOTO: REUTERS/Daniel Cole/File Photo

ટેસ્લા 12 જૂને ઑસ્ટિનમાં તેની લાંબા સમયથી રાહ જોવાતી રોબોટેક્સી સેવા શરૂ કરવા માટે તૈયાર છે. ડ્રાઇવરલેસ વ્હિકલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આધારે કંપનીને ફરીથી આકાર આપવાની ઇલોન મસ્કની યોજનામાં આ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હશે, એમ સૂત્રોને ટાંકીને બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવાયું હતું.

આ તારીખની ચર્ચા આંતરિક રીતે કરવામાં આવી હતી અને તે હજુ પણ બદલાઈ શકે છે. મસ્કે અગાઉ કહ્યું હતું કે સેવા જૂનના અંત સુધીમાં શરૂ થશે. લોન્ચની તૈયારીના ભાગરૂપે કંપનીએ આ અઠવાડિયે ઓસ્ટિનના જાહેર રસ્તાઓ પર એક પરીક્ષણ વાહન ચલાવ્યું હતું, જેમાં પહેલીવાર ડ્રાઇવિંગ સીટ પર કોઈ નહોતું. ટેસ્લાના એક એન્જિનિયર મોડેલ Y SUVની પેસેન્જર સીટ પર સવાર હતાં, જે કોઈ રિમોટ ઓપરેશન વિના સ્વાયત્ત રીતે ચાલતી હતી. આ ઇલેક્ટ્રિક-વ્હીકલ કંપનીએ તાજેતરમાં શહેરભરમાં સેફ્ટી ડ્રાઇવરો ટેસ્ટિંગ કરાયું હતું.

ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મસ્કે કહ્યું હતું છે કે રોબોટેક્સી સેવામાં શરૂઆતમાં કન્ઝ્યુમર મોડલનો ઉપયોગ કરાશે. આ પછી સાયબરકેબ તરીકે ઓળખાતા હેતુ-નિર્મિત વાહનનો સમાવેશનો સમાવેશ કરાશે. આ સાયરકેબ ભવિષ્યમાં ટેસ્લાનો મુખ્ય બિઝનેસ બનશે.

કંપનીએ ગયા વર્ષે કેલિફોર્નિયામાં એક ભવ્ય કાર્યક્રમમાં સાયબરકેબનું ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. જેમાં ઉપસ્થિતોને વ્હિકલના પ્રોટોટાઇપમાં સવારી કરાવવામાં આવી હતી, જેમાં કોઈ સ્ટીયરિંગ વ્હીલ કે પેડલ ન હતાં, પરંતુ રૂટ ખાનગી જમીન પર હતાં.

ટેક્સાસમાં ટેસ્લાનું મુખ્ય મથક છે અને ત્યાં ઓટોનોમસ ડ્રાઇવિંગ અંગે પ્રમાણમાં હળવા નિયમો છે. ડ્રાઇવરલેસ વાહનોમાં કેમેરા હોવા જરૂરી છે અને ટ્રાફિક કાયદાઓનું પાલન કરવા સક્ષમ હોવા જોઈએ અને વીમો હોવો જોઈએ.

LEAVE A REPLY