The Kapil Sharma Show will end?
(ANI Photo)
‘ધ કપિલ શર્મા શો’ ઘણા વર્ષોથી દર્શકોમાં ખૂબ જ જાણીતો બની ગયો છે. અત્યારે ‘ધ કપિલ શર્મા શો’ની ચોથી સીઝન ચાલી રહી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જો કે, આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે શો ટૂંક સમયમાં બંધ થવાનો છે. તાજેતરમાં, એવા સમાચાર બહાર આવ્યા હતા કે, શોનો છેલ્લો એપિસોડ જૂનમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ વાત જાણીને ઘણા દર્શકોને આંચકો લાગ્યો હતો. પરંતુ હવે કપિલ શર્માએ જ શો બંધ થવા અંગે મૌન તોડ્યું છે.
તેણે કહ્યું હતું કે, “તે હજુ ફાઇનલ નથી થયું. અમારે જુલાઈમાં લાઇવ ટૂર માટે અમેરિકા જવાનું છે અને પછી અમે જોઈશું કે અમારે શું કરવાનું છે. હજુ ઘણો સમય બાકી છે.”
બીજી તરફ કપિલ શર્મા સાથે અગાઉ શોમાં કામ કરી ચૂકેલા સુનિલ ગ્રોવરે જણાવ્યું છે કે તેનું અત્યારે કપિલ શર્મા સાથે કામ કરવાનું કોઈ આયોજન નથી. આ બન્ને વચ્ચે થયેલો વિવાદ જગજાહેર છે. ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’માંથી સુનીલ બહાર નીકળી ગયો હતો. તેનો વેબ-શો ‘યુનાઇટેડ કચ્ચા’ તાજેતરમાં જ ZEE 5 પર રિલીઝ થયો છે. કપિલ અનેક વખત કહી ચૂક્યો છે કે તેને સુનિલ સાથે કામ કરવું છે. એ અંગે સુનિલ ગ્રોવરે કહ્યું કે ‘આવી કોઇ વાત અત્યારે નથી અથવા તો તેને જ પૂછી લો. હું તો અત્યારે બિઝી છું અને જે પણ કામ કરી રહ્યો છું તેની મજા માણું છું. તે પણ વ્યસ્ત છે અને સારું કામ કરી રહ્યો છે. હું પણ સારું કામ કરી રહ્યો છું. નોન-ફિક્શન કામને હું માણી ચૂક્યો છું અને હવે ફિક્શન સેટ-અપ મને ગમી રહ્યું છે. એક પર્ફોર્મર તરીકે નવો અનુભવ લઈ રહ્યો છું. મને મજા આવે છે. તેથી અત્યારે તો એવું કોઈ આયોજન નથી.’

LEAVE A REPLY

eleven + 4 =