No reason to ban 'The Kerala Story': Supreme Court
(ANI Photo)

ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’માં દર્શાવેલ હિન્દુ યુવતીઓના ધર્માંતરણ અને તેમનો આતંકવાદ માટે થઇ રહેલા ઉપયોગે યુકેમાં વસતા લોકોને પણ ચિંતા કરતા કરી મૂક્યા છે. લંડન સહિત વિવિધ શહેરોમાં લોકોએ પોતાના મિત્રો, સંબંધીઓ સાથે મળીને  ફિલ્મોની ટિકીટ્સ સાગમટે બુક કરાવી હોવાના દાખલા જોવા મળ્યા છે. વિવિધ સોસ્યલ મિડીયા અને ખાસ કરીને વોટ્સએપ ગૃપો પર સૌએ સાથે મળીને ફિલ્મો બુક કરાવી હતી અને કેટલાક ગૃપ્સ પર તો સાથે ફિલ્મ જોયા બાદ 15-20 લોકોના ગૃપ ફોટો પણ પ્રસિધ્ધ કરાયા હતા.

શનિવારે સેન્ટ્રલ લંડનમાં એક ખાનગી શોનું આયોજન પણ કરાયું હતું. જેમાં હાઇ કમિશનના અધિકારીઓ સહિત શહેરના કેટલાક VIP અગ્રણીઓને આમંત્રણ અપાયું હતું.

LEAVE A REPLY

two × two =