પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

આર્થિક કટોકટીમાં સપડાયેલા પાકિસ્તાન માટે ચીનને આશરે 700 મિલિયન ડોલરની લોન મંજૂર કરી છે. પાકિસ્તાનના નાણાપ્રધાન ઇશાક ડારે બુધવારે જણાવ્યું હતું કે, ચીને પાકિસ્તાન માટે ૭૦0 મિલિયન ડોલરની લોન મંજૂર કરી છે. પાકિસ્તાનને ચાલુ સપ્તાહે આ લોનની રકમ મળી જશે.

સરકારી માલિકીની ચાઇના ડેવલપમેન્ટ બેંકે આપેલી આ ક્રેડિટ સુવિધાથી પાકિસ્તાનના ફોરેક્સ રિઝર્વમાં લગભગ 20%નો વધારો થશે. પાકિસ્તાન હાલમાં 6.5 બિલિયન ડોલરના બેલઆઉટમાંથી ફંડની રકમ મેળવવા માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે સોદો કરી રહ્યું છે.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ની માંગણીને આધારે પાકિસ્તાને સંસદમાં ટેક્સની આવક વધારવાનો ખરડો પસાર કર્યાના બીજા દિવસે ચાઇના ડેવલપમેન્ટ બેન્ક (સીડીબી)ના બોર્ડે પાકિસ્તાન માટે લોનને મંજૂરી આપી છે. પાકિસ્તાને આર્થિક કટોકટી નિવારવા IMF પાસે ૧.૧ બિલિયન ડોલર લોનની માંગણી કરી હતી, પરંતુ આઇએમએફે હજુ લોન છૂટી કરી નથી. ડારે જણાવ્યું હતું કે, સીડીબી સાથેની તમામ ઔપચારિકતા પૂરી થઈ ચૂકી છે અને સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનમાં ભંડોળ મોકલવામાં આવશે.

 

LEAVE A REPLY

5 × two =