(Photo by MANAN VATSYAYANA/AFP via Getty Images)

સુપ્રીમ કોર્ટે શુક્રવારે બિલ્કિશ બાનો ગેંગરેપ કેસના તમામ દોષિતો દ્વારા જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવા માટે વધારાનો સમય માંગતી અરજીઓ ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે તમામ 11 દોષિતોને કોર્ટ દ્વારા નિર્ધારિત મૂળ સમયમર્યાદા મુજબ 21 જાન્યુઆરી સુધીમાં જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો.

જસ્ટિસ બીવી નાગરથ્ના અને ઉજ્જલ ભુયાનની બેન્ચે જણાવ્યું હતું કે, અરજદારો દ્વારા વધુ સમયની માગણી કરતી અને જેલમાં પરત જવા માટે ટાંકવામાં આવેલા કારણોમાં કોઈ યોગ્યતા નથી કારણ કે તે કારણો તેમને અમારા નિર્દેશોનું પાલન કરતા અટકાવતા નથી.

અગાઉ દોષિતોએ આત્મસમર્પણ માટે સુપ્રીમ કોર્ટ પાસે વધુ સમય માંગ્યો હતો. ગુજરાત સરકારે કુલ 11 દોષિતોને વહેલા મુક્ત કર્યા હતા. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ કરીને તેમને 21 જાન્યુઆરી સુધી જેલમાં પરત મોકલવાનો આદેશ આપ્યો છે. આ દોષિતોએ કુટુંબમાં લગ્ન, આશ્રિત માતાપિતા અને ખેતીની સિઝન જેવા કારણો રજૂ કર્યા છે.

8 જાન્યુઆરીના રોજ એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર કરનાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરનાર 11 લોકોને માફી આપવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો  ન્યાયાધીશોએ 2022માં સ્વતંત્રતા દિવસ પર મુક્ત કરાયેલા દોષિતોને 22 જાન્યુઆરી પહેલા આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો.

 

LEAVE A REPLY

2 × one =