2025નું વર્ષ અંત તરફ આગળ વધી રહ્યું છે. ગત વર્ષમાં નિષ્ફળ ફિલ્મો વધુ અને સફળ ફિલ્મ ઓછી જોવા મળી હતી, પરંતુ 2025માં ઇન્ડસ્ટ્રીએ ફરી ગતિ પકડી છે. આ વર્ષે બોલીવૂડમાં થોડી તેજીનો માહોલ જોવા મળ્યો છે. આ ઉપરાંત સાઉથ ઇન્ડિયનના મૂળ સાથે જોડાયેલી ફિલ્મો પણ સફળ થઇ છે. બોલીવૂડના ટ્રેડ એક્સપર્ટ્સ કહે છે કે, આ વર્ષ આશ્ચર્યજનક રહ્યું છે, આ સમયમાં લવ સ્ટોરી પણ લોકપ્રિય થઈ શકે છે, તે આ વર્ષે સાબિત થયું છે. ઓછા બજેટની ફિલ્મોને દર્શકોએ આવકારી છે, જોકે, કેટલીક ફિલ્મોએ દર્શકોને નિરાશ પણ કર્યા હતા.
ટ્રેડ એક્સપર્ટ ગિરિશ વાનખેડેએ કહ્યું હતું કે, આ વર્ષે દરેક પ્રકારની ફિલ્મ જોવા મળી છે. દંતકથા સમાન ફિલ્મ ‘છાવા’, ‘સૈયારા’, જેવી હૃદયસ્પર્શી ફિલ્મ હોય કે પછી ‘રેડ 2’ જેવી થ્રિલર ફિલ્મ હોય તેણે દર્શકોને આવકાર્યા છે. ‘થામા’ અને ‘એક દિવાને કી દિવાનિયત’ જેવી અલગ પ્રકારની ફિલ્મોએ સાબિત કરી દીધું છે કે કહાની અને કલાકારોની ઉપસ્થિતિ બંને એકસાથે કામ કરી શકે છે. ‘હાઉસફુલ 5’ અને ‘સિતારેં ઝમીન પર’ જેવી ફિલ્મોએ સ્થિર રીતે પણ સારી કમાણી કરી હતી. જ્યારે ‘પરમ સુંદરી’, ‘સન્ની સંસ્કારી કી તુલસી કુમારી’ અને ‘ધડક 2’ જેવી ફિલ્મો નવા પ્રકારની હતી. ગત વર્ષની ‘સ્ત્રી 2’, ‘કલકી’, ‘શૈતાન’, ‘મુંજ્યા’,‘ક્રૂ’ જેવી ફિલ્મોમાં નવીનતા હતી, પરંતુ આ વર્ષ તેની તુલનાએ બોક્સ ઓફિસ પર વધુ સફળ રહ્યું હતું.
ઇન્ડસ્ટ્રી માટે ડિસેમ્બરનું કેલેન્ડર ભરચક છે, જેમાં રનવીર સિંહની સ્પાય ફિલ્મ ‘ધૂરંધર’થી લઇને કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ ક્રિસમસમાં રિલીઝ થશે. હોલિવૂડની લોકપ્રિય ફિલ્મ ‘અવતારઃ ફાયર એન્ડ એશ’ દ્વારા દર્શકોને એક વૈશ્વિક કક્ષાની ફિલ્મ જોવા મળશે. જેમ્સ કેમેરુનની ફિલ્મ વિશે ગિરિશ વાનખેડેના જણાવ્યા મુજબ, “અવતાર ફ્રેન્ચાઇઝીની ફિલ્મો વિશ્વભરમાં લોકપ્રિય છે. આ હોલીવૂડ ફિલ્મ હોવા છતાં ભારતમાં તેની અસર નોંધપાત્ર રહેશે.”
ભારતમાં સાઉથ ઇન્ડિયન ફિલ્મોનું પણ મહત્ત્વ છે, ત્યાં રજનીકાંત, કમલ હાસન, ધનુષ, ચિરંજીવી જેવા કલાકારો ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, “આ વર્ષે સાઉથ ઇન્ડિયન ફિલ્મ બોક્સ ઓફિસ પર વ્યાજબી પ્રદર્શન કરતી રહી છે. પછી તે કંતારા ચેપ્ટર 1 જેવી સુપર-ડુપર કન્નડા ફિલ્મ હોય કે પછી ‘કૂલી’ અને ‘ગૂડ બેડ ગાય’ જેવી તમિલ ફિલ્મ હોય, કે પછી મલયાલમ ફિલ્મ ‘લોકા’ કે તેલુગુ ફિલ્મ ‘ધે કોલ હિમ ઓજી’ હોય. 2023 અને 2024ની જેમ આ વર્ષે ‘પુષ્પા’ કે ‘બાહુબલી’ જેવી કોઈ મોટી ફિલ્મો તો રીલીઝ નથી થઇ પરંતુ દરેક પ્રાદેશિક ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મો સફળ થઇ છે જ.
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ‘લાલોઃ કૃષ્ણ સદા સહાયતે’ જેવી સાવ અનોખી, સામાન્ય બજેટની અને નવોદિત પ્રકારના કલાકારોની ધરાવતી ફિલ્મ બિઝનેસના રેકોર્ડ તોડી રહી છે. આ બ્લોકબસ્ટર ફિલ્મે રૂ. 70 કરોડથી પણ વધુનો બિઝનેસ કર્યો છે અને હજુ પણ તે સફળતાપૂર્વક ઘણા થિએટરમાં ચાલી રહી છે. તેણે સૌથી વધુ કમાણી કરનારી કેટલીક ગુજરાતી ફિલ્મોને પણ પાછળ રાખી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ફિલ્મને પણ ‘વશ’ની જેમ હવે હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરવાની તૈયારી થઇ રહી છે.
આ વર્ષમાં સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મો
કાંતારા: ચેપ્ટર 1 – 610.74 (હજુ પણ ચાલુ છે)
છાવા – 601.54 કરોડ
સૈયારા – 329.72 કરોડ
કૂલી – 285.01 કરોડ
મહાવતાર નરસિંહા – 251.29 કરોડ
વૉર 2 – 236.55 કરોડ
ધે કોલ હિમ ઓજી – 194.05 કરોડ
સંક્રાન્તિકી વાસ્થુનમ – 186.97 કરોડ
હાઉસફુલ 5 -183.38 કરોડ
રેડ 2 – 173.44 કરોડ
સિતારે જમીન પર – 167.46 કરોડ
લોકા ચેપ્ટર 1 – 156.8 કરોડ
ગુડ બેડ અગ્લી – 153.77 કરોડ
ગેમ ચેન્જર – 131.2 કરોડ
થુડારમ – 122 કરોડ
થમ્મા – 119.92 કરોડ
જોલી એલએલબી 3 – 117.19 કરોડ
સ્કાય ફોર્સ – 113.62 કરોડ
સિકંદર – 110.36 કરોડ
એલ2 એમ્પુરાણ – 106.77 કરોડ
ડ્રેગન – 102.55 કરોડ
મિરાઈ – 94.86 કરોડ
કેસરી ચૅપ્ટર 2 – 110.76 કરોડ
સુ ફ્રોમ સો – 92.33 કરોડ
ડાકુ મહારાજ – 91.23 કરોડ
જાટ – 88.72 કરોડ
કુબેરા – 90.9 કરોડ
હરિ હરા વીરા મલ્લુ – 87.25 કરોડ
વિદામુયાર્ચી – 80.58 કરોડ
હિટ ધ થર્ડ કેસ – 80.97 કરોડ













