કોલ સેન્ટરોમાં અનેક વર્ષોથી છેતરપિંડી કરવાનો અને મની લોન્ડરિંગનું ષડયંત્ર રચવાનો ત્રણ વિદેશી વ્યક્તિઓ પર આરોપ મૂકવામાં આવ્યો છે.
ઇલિનોયના ડેસ પ્લેઇન્સના રહેવાસી 42 વર્ષીય અમિરસિંહ દિવાન, અરકાનાસમાં હેબર સ્પ્રિંગ્સના રહેવાસી 28 વર્ષીય ઝાહીન રફિકભાઇ માલવી અને ડેસ પ્લેઇન્સના રહેવાસી 37 વર્ષીય સોહિલ ઉસ્માનગની વહોરાને આ ગુનાના આરોપમાં યુએસ ડિસ્ટ્રીક્ટ જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તેમના પર 11 ગુનાનો આરોપ મુકીને તેમની 22 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે અને અન્ય ષડયંત્રકારોએ જાન્યુઆરી 2017થી ઓગસ્ટ 2020 દરમિયાન ભારતસ્થિત કોલ સેન્ટર સાથે મળીને છેતરપિંડી કરવાનું કાવતરું ઘડ્યું હતું.
આ કોલ કરનારાઓએ અમેરિકન સરકારી અધિકારીઓ હોવાનો સ્વાન રચીને પીડિતોને તેમની મિલકતનું રક્ષણ કરવા નાણા મોકલવા, ધરપકડ ટાળવા અથવા તેમના સરકારી લાભમાં કાપથી અટકાવવા માટે છેતર્યા હતા. આ જૂથે વિવિધ રીતે ષડયંત્ર કરીને પીડિતો પાસેથી કથિત રીતે 11 મિલિયન ડોલરથી વધુની છેતરપિંડી કરી હતી. તેમણે આ ષડયંત્ર પાર પાડવા માટે ખોટા ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કર્યો હતો. આ ત્રણેય વ્યક્તિઓ પર મેઇલ ફ્રોડ, વાયર ફ્રોડ અને મની લોન્ડરિંગનું ષડયંત્ર રચવાનો આરોપ મુકવામાં આવ્યો છે. વહોરા પર સાત મેઇલ ફ્રોડનો પણ આરોપ છે, જ્યારે દિવાન અને માલવી પર મેઇલ ફ્રોડના અનુક્રમે બે અને ચાર અને આરોપો છે. જો, આ ત્રણેય લોકો આરોપોમાં દોષિત ઠરશે તો તેમને ફેડરલ જેલની 20 વર્ષ સુધીની સજા થઈ શકે છે. જ્યાં સુધી તેઓ દોષિત ન ઠરે ત્યાં સુધી તેમને નિર્દોષ માનવામાં આવે છે.

LEAVE A REPLY

ten + twelve =