ટૂટીંગ બાલ સંસ્કાર ગૃપ દ્વારા તાજેતરમાં વાર્ષિક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ પ્રાર્થના, શ્લોક અને નૃત્યમાં ભાગ લીધો હતો. ઉજવણી વખતે વર્ષ દરમિયાન યોજાયેલ તમામ પ્રવૃત્તિઓનો સ્લાઇડ શો રજૂ કરાયો હતો. દરેક બાળકે સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન તેમના શિક્ષણ વિશેની પ્રગતિનો હેવાલ આપતું વ્યક્તિગત પ્રેઝન્ટેશન આપ્યું હતું.

તો વાલીઓએ તેમના બાળકોમાં આવેલ પરિવર્તન જાણીને આભાર વ્યક્ત કર્યો હતો. ઉજવણી દરમિયાન શિસ્ત, સમયની પાબંદી અને હાજરીના મહત્વ પર પ્રકાશ પાડી 28 બાળકોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ પ્રસંગે વાલીઓ, સ્વયંસેવકો અને તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરાયો હતો.

મુખ્ય અતિથિઓ જીજ્ઞેશ પટેલ અને પલ્લવીબેન પટેલે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. ભારતીય રાષ્ટ્રગીત અને આશ્રયનું પદ ગાઇ ઉજવણી કરાઇ હતી તથા સૌ સ્વાદિષ્ટ ભોજન અને ગરબાનો આનંદ માણી છૂટા પડ્યા હતા.

LEAVE A REPLY