• SKLPC બેડમિન્ટન ટુર્નામેન્ટ 2023નું આયોજન રવિવાર 17મી સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 8થી સાંજના 8 સુધી અલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલ, ઈલીંગ રોડ, વેમ્બલી, HAO 4PW ખાતે કરવામાં આવ્યું છે. મેન્સ ડબલ્સ, લેડીઝ ડબલ્સ, અંડર 16, ઓવર 50 મેલ્સ, ઓવર 50 ફીમેલ્સ ભાગ લઇ શકશે. નોંધણી – પ્રવેશ માટેની છેલ્લી તારીખ: રવિવાર 3જી સપ્ટેમ્બર 2023 છે. સંપર્ક: BADMINTON.SKLPC.COM
  • SKLPC યુકે દ્વારા SKLPC કાર્ડીફના સહકારથી વોલીબોલ ટુર્નામેન્ટ 2023નું આયોજન શનિવાર 30મી સપ્ટેમ્બરના રોજ સવારે 9થી સાંજના 6 દરમિયાન ફિટઝેલ્ન હાઇસ્કૂલ, કાર્ડિફ, CF11 8XB ખાતે કરવામાં આવ્યું છે. તે પછી ડીનર, સંગીત અને ટ્રોફી પ્રેઝન્ટેશન સાંજે 6.30 પછી SKLPS કાર્ડિફ કોમ્યુનિટી સેન્ટર, CF11 6QT ખાતે યોજાશે. સંપર્ક: VOLLEYBALLOSKLPC.COM
  • નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ, નેશનલ NAPS હોલ, 26B ટૂટિંગ હાઈ સ્ટ્રીટ, લંડન SW17 0RG ખાતે ભારતના વડા પ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવા રવિવાર તા. 17 સપ્ટેમ્બર 2023 સાંજે 4થી સાંજના 30 વાગ્યા સુધી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાઉન્ડટેબલ ડીનર સાથે નારાયણ, વેદ, મોહમ્મદ કાસમ, ભાવેશ પરમાર અને નીલમ દ્વારા સંગીત રજૂ થશે. સંપર્ક: પ્રવિણભાઈ/જનક 07967 013 871.
  • નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા વૈષ્ણવાચાર્ય પૂ. શ્રી હરિરાયજી મહોદયશ્રીના પ્રવચનનું આયોજન નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ, નેશનલ NAPS હોલ, 26B ટૂટિંગ હાઈ સ્ટ્રીટ, લંડન SW17 0RG ખાતે ગુરુવાર 14 સપ્ટેમ્બર 2023ના રોજ સાંજે 4થી 30 દરમિયાન કરવામાં આવ્યું છે. મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: પ્રવિણભાઈ/જનક 07967 013 871.

LEAVE A REPLY

nineteen − 5 =