પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

નેશનલ હેલ્થ સર્વિસ (NHS) દ્વારા કેન્સરના દર્દીઓનો ઉપચાર એક ઈન્જેક્શન આપીને માત્ર સાત મિનિટમાં કરવામાં આવશે. બ્રિટનની મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ રેગ્યુલેટરી એજન્સી (એમએચઆરએ) દ્વારા એટોજોલિજુબામ નામની ઈમ્યુનોથેરાપીને મંજૂરી આપવામાં આવી છે અને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

આ દવાને આરઓજીએસ નામની કંપનીએ બનાવી છે અને ફેંફસા, સ્તન, લિવર અને મૂત્રાશયના કેન્સરનો ઈલાજ આ દવાથી વધુ સરળ બનશે એવો દાવો બ્રિટિશ એક્સપર્ટ્સે કર્યો હતો.

એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે આ દવાના ઉપયોગથી કેન્સરના દર્દીઓની સારવારનો સમય ઘણો ઓછો થશે અને તેમનું આયુષ્ય લાંબું થશે. તેનાથી વધુમાં વધુ દર્દીઓનો ઈલાજ શક્ય બનશે. અત્યારે આ દવાની પ્રક્રિયામાં ૩૦ મિનિટનો સમય લાગે છે પણ તેનો સમય ઘટીને સાત મિનિટનો થશે. હાલમાં NHSના 3600 દર્દીઓને આ દવા આપવામાં આવશે જેનાથી કેન્સરના કોશો નાશ પામશે.

એનએચએસે જણાવ્યું છે કે, કેન્સરની ટ્રિટમેન્ટ માટે ઈન્જેક્શનનો વિકાસ કરનારો બ્રિટન પહેલો દેશ બની રહેશે.

ઈટેઝોલિઝુમાબ નામની આ ઈમ્યૂનોથેરાપીથી ચામડીની નીચે ઈન્જેક્શન દ્વારા કેન્સરની દવા મૂકવામાં આવશે. આ દવાથી જટિલ ઉપચારને સરળ બનાવી શકાશે.

LEAVE A REPLY

2 − 1 =