ટૂટીંગ બાલ સંસ્કાર ગ્રુપના બાળકો દ્વારા  પ્રકાશના પર્વ દિવાળીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ માટે હોલને શણગારવામાં આવ્યો હતો અને બાળકોને દિવાળીના તહેવાર, તેના પાંચેય દિવસનું મહત્વ શીખવવામાં આવ્યું હતું. બાળકોએ સર્જનાત્મક રંગોળી બનાવી હતી અને સૌએ સ્વાદિષ્ટ ભોજનનો લાભ લીધો હતો.

બાળકોએ ભવ્ય આતશબાજીનો ભરપૂર આનંદ માણ્યો હતો અને સૌ બાળકોને હિંદુ પરંપરા મુજબ મીઠાઈના બોક્સ ભેટ અપાયા હતા. ટૂટીંગ બાલ સંસ્કાર ગ્રુપ દ્વારા વિતેલા મહિનાઓમાં નવરાત્રી પર્વ તથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

1 × four =