બાળકોને આકર્ષવા માટે માર્કેટિંગ કરતા વેપ પ્રોડક્ટ્સ પર સરકારની કડક કાર્યવાહી છતાં રંગબેરંગી વેપ્સ સાથે જોડાયેલી સુપ્રીમ 8 લિમિટેડ નામની કંપનીના સંદીપ ચઢ્ઢા તરફથી કોન્ઝર્વેટિવ પાર્ટીને મે મહિનામાં £350,000નું દાન આપવામાં આવ્યું છે.

આ વર્ષના બીજા ક્વાર્ટરમાં કંપનીનું ત્રીજું સૌથી મોટું દાન છે. સેન્ડી તરીકે ઓળખાતા સંદીપ ચઢ્ઢા સુપ્રીમ પીએલસીના ચીફ એક્ઝિક્યુટિવ પણ છે, જેમણે વેપના ઉત્પાદન અને વિતરણ થકી કરોડોની કમાણી કરી છે.

અગાઉ ઋષિ સુનકે જણાવ્યું હતું કે આ વર્ષે તેઓ ચિંતિત હતા કે તેમની બે નાની પુત્રીઓ બાળકોને નિશાન બનાવતા વેપ્સના તેજસ્વી રંગીન પેકેજિંગ અને ફ્લેવર્સને કારણે વેપિંગ કરવાનો પ્રયાસ કરશે. ચઢ્ઢાએ આ વર્ષે જણાવ્યું હતું કે બિઝનેસે વેપિંગમાંથી “ઉત્તમ યોગદાન” જોયું છે, જેમાં એલ્ફ બાર અને લોસ્ટ મેરી ડિસ્પોઝેબલ વેપના વિતરણનો સમાવેશ થાય છે.

88વેપ બ્રાન્ડ હેઠળ વેપિંગ ઉત્પાદનોનું વેચાણ કરતા સુપ્રીમના એક અહેવાલમાં જણાવ્યું હતું કે ‘’તે યુકેમાં વોલ્યુમ દ્વારા ઇ-પ્રવાહીનું સૌથી મોટું ઉત્પાદક છે અને એક દિવસમાં સરેરાશ 250,000થી વધુ ઇ-લિક્વિડ બોટલનું ઉત્પાદન કરે છે. તે પ્રોબેશન અને જેલ સેવાને પણ વેપ આપે છે અને ડીઝર્ટ, સ્વીટ્સ અને ફળોના મિશ્રણો સહિત 60 થી વધુ ફ્લેવર્સ ઈ-પ્રવાહી બનાવે છે. તેઓ 20mg સુધીનું નિકોટિન ધરાવતા વેપિંગ લિક્વિડનું પણ વેચાણ કરે છે.

LEAVE A REPLY