એક વ્યક્તિ ‘નેશનલ ગેલેરીની છત પર ચઢી ગયા બાદ પોલીસે લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેરના વિસ્તારને કોર્ડન કરી પ્રવાસીઓને તે વિસ્તાર અને રસ્તાઓથી દૂર રહેવા કહેવાયું હતું અને ટ્રાફાલ્ગર સ્ક્વેરને ખાલી કરાવવામાં આવ્યું હતું. મેટ્રોપોલિટન પોલીસને તા. 22ના રોજ બપોરે 2:35 વાગ્યે પ્રખ્યાત પર્યટન સ્થળ પર બોલાવવામાં આવી હતી.
પોલીસ ફોર્સે કહ્યું હતું કે લંડન એમ્બ્યુલન્સ સર્વિસે પણ હાજરી આપી છે અને તે વ્યક્તિ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. સાવચેતીના ભાગરૂપે સ્થાનિક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
નેશનલ ગેલેરીએ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે ‘ચાલુ ઘટનાને કારણે, અમે સમર ઓન ધ સ્ક્વેર સહિત નેશનલ ગેલેરીને અસ્થાયી રૂપે બંધ કરી છે. અમે ક્યારે ફરી ખોલી શકીશું તેના વિશે અમે તમને અપડેટ રાખીશું.’