threatening professors in Detroit
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

મોરબી પુલ દુર્ઘટના અંગે એક ટ્વીટ બદલ ગુજરાત પોલીસે તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલને અટકાયતમાં હતા.અમદાવાદ સાયબર ક્રાઈમ સેલના અધિકારીઓએ વહેલી સવારે રાજસ્થાનના જયપુરમાંથી ગોખલેની ધરપકડ કરી હતી. આ ધરપકડને પગલે મોટો રાજકીય વિવાદ થયો હતો. ટીએમસીએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાત પોલીસે ગેરકાયદેર રીતે ગોખલની ધરપકડ કરી છે.

આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (સાઇબર ક્રાઇમ) જિતેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે “અમને એક નાગરિક તરફથી મળેલી ફરિયાદના આધારે PM મોદીની મોરબીની મુલાકાત અંગેના ખોટા સમાચાર ફેલાવવા બદલ ગોખલે વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. અમે આજે સવારે જયપુરથી તેમની અટકાયત કરી છે અને કાનૂની પ્રક્રિયા માટે તેમને ગુજરાતમાં લાવવામાં આવ્યા છે.”

મમતા બેનર્જીની આગેવાની હેઠળની TMCના પ્રવક્તા ગોખલેએ તાજેતરમાં હૃદયની સર્જરી કરાવી હતી અને તેઓ જયપુરની ખાનગી મુલાકાતે હતા. તેમણે તાજેતરમાં એક સમાચાર ક્લિપિંગ ટ્વીટ કરી હતી જે દેખીતી રીતે એક અગ્રણી ગુજરાતી અખબારમાં પ્રકાશિત થઈ હોવાનું જણાય છે. સમાચાર ક્લિપિંગમાં દાવો કરવામાં આવ્યો છે કે માહિતી અધિકાર (આરટીઆઈ) હેઠળની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ઓક્ટોબરમાં ગુજરાત સરકારે PM મોદીની મોરબીની મુલાકાત પર રૂ. 30 કરોડનો ખર્ચ કર્યો હતો. મોરબી પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.

ગોખલેએ તેમના ટ્વીટમાં જોડાયેલ સમાચાર ક્લિપિંગને ટાંકીને જણાવ્યું હતું કે, “આરટીઆઈ દર્શાવે છે કે થોડા કલાકો માટે મોદીની મોરબીની મુલાકાતનો ખર્ચ રૂ. 30 કરોડ થયો… માત્ર મોદીના ઇવેન્ટ મેનેજમેન્ટ અને પીઆરની કિંમત 135 નિર્દોષ લોકોના જીવ કરતાં પણ વધુ છે.”

LEAVE A REPLY

seven − two =