અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ ( (Photo by MANDEL NGAN/AFP via Getty Images)

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલેનિયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શુક્રવારે સવારે ડોનાલ્ડ ટ્રમ્પે પોતે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. કોરોના ચેપને કારણે ટ્રમ્પનો ચૂંટણીપ્રચાર અટકી જવાની શક્યતા છે. ટ્રમ્પની આ જાહેરાતને પગલે ક્રૂડ ઓઇલ અને કોપરના વૈશ્વિક ભાવમાં ઘટાડો થયો હતો અને સોનાના ભાવમાં વધારો થયો હતો.

74 વર્ષીય ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ અને ફર્સ્ટ લેડી અગામી થોડા દિવસો સુધી ક્વોરન્ટીન જ રહેશે. ટ્રમ્પના ફિઝિશિયલને જણાવ્યું હતું કે તેમને ગુરુવારની સાંજે પોઝિટિવ ટેસ્ટનો રિપોર્ટ મળ્યો હતો તથા ટ્રમ્પ અને ફર્સ્ટ લેડીની તબિયત સારી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત સલાહકાર કોરોના પોઝિટિવ આવ્યા છે. આ પછી ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલેનિયા ટ્રમ્પે પોતાની જાતને ક્વોરન્ટીન કર્યાં છે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં અંગત સલાહકાર હોપ હિક્સનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. કોરોનાનાં લક્ષણો દેખાયાં પછી હોપ હિક્સે પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો.

હોપ હિક્સ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એરફોર્સ વનમાં નિયમિત મુસાફરી કરતાં હતાં. તાજેતરમાં જ હોપ હિક્સ તેમના સિનિયર અધિકારીઓ સાથે પ્રેસિડેન્ટ ડિબેટ માટે ક્લીવલેન્ડ ગયાં હતાં. વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના અને અમેરિકન લોકો માટે કામ કરતા દરેક જણનાં સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને ખૂબ ગંભીર છે. બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ 15 ઓક્ટોબરે યોજાવાની છે. એટલે કે માત્ર 13 દિવસ બાકી છે. ક્વોરન્ટિન પીરિયડ 14 દિવસનો હોય છે. ત્યારપછી ટેસ્ટ પણ કરવામાં આવશે. એટલા માટે આ વાતની શક્યતા ઘણી ઓછી છે કે ટ્રમ્પ બીજી ડિબેટમાં ભાગ લઈ શકે.