અમેરિકામાં બીજી ટર્મ માટે પ્રેસિડન્ટની રેસમાં ઊભા રહેલા ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર અમુક અમેરિકન પ્રોડક્ટ્સ અને ખાસ કરીને આઇકોનિક હાર્લી-ડેવિડસન મોટરસાઇકલ પર ભારતે લાદેતા ઊંચા ટેક્સનો મુદ્દો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે જો તેઓ ફરી સત્તા પર આવશે તો ભારત સામે વળતો ટેક્સ લાદશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રેસિડન્ટ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ ગણાવ્યું હતું. મે 2019માં તેમને ભારત માટે  જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સિસને રદ કરી હતી. ટ્રમ્પે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમણે ભારતમાં ટેક્સના દરમાં ધરખમ ઘટાડો કર્યો છે, જ્યારે ભારત અહીં ખૂબ ઊંચા ટેક્સ લાદે છે. હું એક સમાન ટેક્સ ઈચ્છું છું. ટેક્સેશનના મામલામાં ભારત ઘણું આગળ છે. હાર્લી ડેવિડસન મોટરસાઈકલ પરના ટેક્સને જોઈને આ સ્પષ્ટપણે દેખાય છે. તેણે વધુમાં કહ્યું કે, હું માત્ર એટલું જ પૂછવા માંગુ છું કે ભારત જેવી જગ્યાએ આ કેવી રીતે થઈ શકે?

LEAVE A REPLY