ફર્સ્ટ લેડી મિલાનિયા ટ્રમ્પ અને પુત્ર બેરોનની ફાઇલ તસવીર (Photo by Chip Somodevilla/Getty Images)

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને મિલાનિયાને કોરોના થયા બાદ તેમના 14 વર્ષના પુત્ર બેરોનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ કોઇ લક્ષણો દેખાયા ન હતા, એમ ફર્સ્ટ લેડી મિલાનિયા ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું.

ફર્સ્ટ લેડી મિલાનિયા ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સદનસીબે તે મજબૂત ટીનેજર છે અને બિમારીના કોઇ લક્ષણો ન હતા. આ પછી બેરોન અને તેઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. એક ચૂંટણીસભામાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે બેરોનની તબિયત ઘણી જ સારી છે. સ્કૂલો શા માટે ખોલવી જોઇએ તેનું તે ઉદાહરણ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને મિલાનિયાને પણ બે ઓક્ટોબરે કોરોના થયો હતો.