ગુઆન્ટાનામો- બેમાં અમેરિકાના નેવલ બેઝ ખાતે કેમ્પ 6 હાઇ સિક્યોરિટી ડિટેન્શન સેન્ટરમાં કેદી REUTERS/Michelle Shephard/Pool/File Photo

ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના દેશનિકાલનો અભિયાન ચાલુ કરનારા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું કે અમેરિકા હજારો હાઇ પ્રાયોરિટી ક્રિમિનલ માઇગ્રેન્ટ્સને રાખવા માટે ક્યુબાના ગુઆન્ટાનામો બે ખાતેના તેના ડિટેન્શન સેન્ટરનો ઉપયોગ કરશે. ક્યુબામાં આ યુએસ નેવલ બેઝ 11 સપ્ટેમ્બર, 2001ના હુમલા પછી લાવવામાં આવેલા ત્રાસવાદીઓને કારણે જાણીતો બન્યો હતો. તેમાં અમેરિકાના નેવલ બેઝ ઉપરાંત હાઇ સિક્યોરિટી જેલ છે.

આ સેન્ટરનો અત્યાર સુધી આતંકવાદીઓને રાખવા માટે ઉપયોગ થતો હતો. હવે તેમાં ગુનાહિત રેકોર્ડ ધરાવતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પણ રાખવામાં આવશે.

ટ્રમ્પે હાઇ પ્રાયોરિટી ક્રિમિનલ માઇગ્રેન્ટ્સને રાખવા માટે ગ્વાન્ટાનામો બે ખાતે 30,000 વ્યક્તિની ક્ષમતા સાથેના માઇગ્રન્ટ ડિટેન્શન સેન્ટરની સ્થાપના કરવાના પ્રેસિડન્ટ મેમોરેન્ડમ પર બુધવારે હસ્તાક્ષર કર્યા હતાં.

ટ્રમ્પે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અને હોમલેન્ડ સિક્યુરિટીને આ સેન્ટરને તૈયાર રાખવાનો આદેશ આપ્યો હતો.”ટ્રમ્પે વ્હાઇટ હાઉસની એક ઇવેન્ટમાં જણાવ્યું હતું કે મોટા ભાગના લોકો તેના વિશે જાણતા પણ નથી. અમેરિકન લોકોને ધમકી આપતા સૌથી ખરાબ ગુનાહિત ગેરકાયદેસર એલિયન્સને અટકાયતમાં લેવા માટે આપણી પાસે ગ્વાન્ટાનામોમાં 30,000 બેડનું સેન્ટર છે. તેમાંના કેટલાક એટલા ખરાબ છે, અમે તેમના પોતાના દેશો પણ તેમને રાખવાનો વિશ્વાસ ધરાવતા નથી. અમે નથી ઈચ્છતા કે તેઓ પાછા આવે, તેથી અમે તેમને ગ્વાન્ટાનામો મોકલવા જઈ રહ્યા છીએ

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments