G20 નેતાઓની સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અને તુર્કીના પ્રેસિડન્ટ રેસેપ તૈયપ એર્દોગાન ANI_

તુર્કીના પ્રેસિડન્ટ રેસેપ તૈયપ એર્દોગાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની સ્થાયી બેઠક માટે ભારતને સમર્થન આપતા રવિવારે જણાવ્યું હતું કે ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં હોય તો અમને ગર્વ થશે. પરંતુ તમે જાણો છો કે વિશ્વ પાંચ કરતા પણ મોટું અને વિશાળ છે. અહીં ઉલ્લેખનીય છે કે તુર્કી વૈશ્વિક મંચ પર ભારતનો વિરોધ કરવા માટે જાણીતું છે. તે કાશ્મીર મુદ્દે પણ પાકિસ્તાનને સમર્થન આપે છે. જોકે તાજેતરમાં તુર્કીમાં આવેલા ભૂકંપ દરમિયાન ભારતે ઓપરેશન દોસ્ત અભિયાન મારફત તુર્કીને મદદ પહોંચાડી હતી.

મોદી સાથેની બેઠક પછી તેમણે જણાવ્યું હતું કે આપણે કહીએ છીએ કે વિશ્વ પાંચ કરતા મોટું છે, ત્યારે અમારો અર્થ એ છે કે તે માત્ર યુએસ, યુકે, ફ્રાન્સ, ચીન અને રશિયા વિશે જ નથી. તેમાં રોટેશન સિસ્ટમ હોવી જોઇએ, કારણ કે હાલમાં યુએનમાં 195 સભ્ય દેશો છે. તેથી આપણી પાસે એક રોટેશનલ મિકેનિઝમ હોવું જોઈએ, જેથી 195માંથી દરેક સભ્ય કાયમી સભ્ય બની શકે. અમે આવી દરખાસ્ત કરીએ છીએ.

તુર્કીના પ્રમુખે કહ્યું હતું કે ભારત દક્ષિણ એશિયામાં તુર્કીનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે અને બંને દેશોના અર્થતંત્રના વિવિધ ક્ષેત્રમાં મોટી સંભાવનાઓ છે. મારા, મારા જીવનસાથી અને સમગ્ર તુર્કી પ્રતિનિધિમંડળ માટેના ઉદાર આતિથ્ય માટે હું પીએમ મોદીનો આભાર માનું છું.  આ વર્ષે આપણી થીમ વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યુચર હતી. સમિટના પ્રથમ સત્રમાં અમે પર્યાવરણીય પડકારો વિશે વાતચીત કરી હતી. આબોહવા પરિવર્તન, જૈવિક વિવિધતાને નુકસાન અને ખાસ કરીને વ્યાપક પ્રદૂષણનું ત્રણ મુખ્ય પડકારો છે.

LEAVE A REPLY

14 + seventeen =