ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયેલી રૂપાલી ગાંગુલીએ બુધવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. (ANI Photo)

‘અનુપમા’ અને ‘સારાભાઈ વિરુદ્ધ સારાભાઈ’ ટીવી શ્રેણીમાં ભૂમિકાઓ માટે જાણીતી બનેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલી બુધવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ હતી. કોલકાતામાં પાર્ટીના હેડક્વાર્ટર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તેને ભગવા ખેંસ પહેર્યો હતો. તેમાં રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી.

ભાજપમાં જોડાયા પછી અભિનેત્રી કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કામગીરીથી તે ભાજપ તરફ આકર્ષ્યા હતા. મારી આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિકાસના ‘મહાયજ્ઞ’ને જોઈને મને લાગ્યું કે મારે પણ આ વિકાસયાત્રામાં ભાગીદાર બનવું જોઇએ.

ટીવી શો ‘અનુપમા’એ રૂપાલી ગાંગુલીને ટીવી ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રી બનાવી દીધી છે. આ સીરિયલમાં રૂપાલી ગાંગુલી ‘અનુપમા’નું પાત્ર ભજવી રહી છે, જે પોતાના જોરદાર અભિનયથી ઘર-ઘરમાં જાણીતી છે. 2020માં કોરોના મહામારી વચ્ચે શરૂ થયેલા આ શોએ ઘણા રેકોર્ડ તોડ્યા અને ‘સૌથી વધુ જોવાયેલ’ અને હવે દર્શકોનો ‘સૌથી વધુ પ્રિય’ શો બન્યો હતો. હવે અભિનેત્રી ભાજપામાં જોડાઇ ફરી એક વાર ચર્ચામાં આવી છે.

LEAVE A REPLY

nineteen + 14 =