ટ્વીટરના સીઇઓ જેક ડોર્સેએ 12 નવેમ્બર 2018ના રોજ નવી દિલ્હીમાં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી)ના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું ત્યારનો ફાઇલ ફોટો. REUTERS/Anushree Fadnavis/File Photo

ટ્વીટર ઇન્કે મંગળવારે જણાવ્યું હતું કે કેટલાંક એકાઉન્ટ બંધ કરવાના ભારત સરકારના આદેશનું તે સંપૂર્ણ પાલન કરશે નહીં, કારણ કે તે માને છે કે આ આદેશ ભારતના કાયદાને સુસંગત નથી.

ટ્વીટર કેટલાંક એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ કર્યા છે, પરંતુ બીજા કેટલાંક એકાઉન્ટને માત્ર ભારત પૂરતા નિયંત્રિત કરવામાં આવ્યા છે અને તેના ટ્વીટ ભારતની બહાર વાંચી શકાય છે.

ભારત સરકારે ટ્વીટરને આશરે 1,100 એકાઉન્ટ અને પોસ્ટ દૂર કરવાનો આદેશ આપ્યો હતો. આ એકાઉન્ટ ખેડૂતોના આંદોલન અંગે ખોટી માહિતી ફેલાવતા હોવાનો સરકારનો આરોપ છે. સરકારના જણાવ્યા અનુસાર કેટલાંક એકાઉન્ટ પાકિસ્તાન સમર્થકોના છે અને કેટલાંક એકાઉન્ટ ખાલિસ્તાન સમર્થકોના છે.

સરકારે ટ્વીટરને ગયા સપ્તાહે આદેશનું પાલન ન કરવા બદલ નોટિસ આપી હતી અને ધમકી આપે હતી કે જો આદેશનું પાલન નહીં થાય તો તેના એક્ઝિક્યુટિવના સાત વર્ષની જેલ અને કંપનીને પેનલ્ટી થઈ શકે છે.
ટ્વીટરે જણાવ્યું હતું કે તેને આશરે 500 એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા છે. બીજા આશરે 100 એકાઉન્ટને નિયંત્રિત કર્યા છે. જોકે આ એકાઉન્ટને નિયંત્રિત કેવી રીતે કરવામાં આવ્યા છે તેની ટ્વીટરે વિગત આપી ન હતી.
ટ્વીટરે જણાવ્યું હતું તે તેને જર્નાલિસ્ટ, ન્યૂઝ મીડિયા, એક્ટિવિસ્ટ અને રાજકીય નેતાઓ સંચાલિત એકાઉન્ટ સામે પગલાં લીધા નથી, કારણ કે તે અભિવ્યક્તિની સ્વતંત્રતાની નીતિ ધરાવે છે.