પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વિઝા અરજીઓમાં ફ્રોડની નવેસરની ચિંતાને પગલે ઓસ્ટ્રેલિયાની વધુ બે યુનિવર્સિટીએ ભારતના ગુજરાત સહિતના કેટલાંક રાજ્યના વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. વિક્ટોરિયામાં ફેડરેશન યુનિવર્સિટી અને ન્યૂ સાઉથ વેલ્સની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીએ ગયા અઠવાડિયે એજયુકેશન એજન્ટોને પત્ર લખીને પંજાબહરિયાણાઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશ તેમજ જમ્મુ અને કાશ્મીરના વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા સૂચના આપી હતી.  

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાની યાત્રાએ છેત્યારે આ હિલચાલ જોવા મળી છે. બંને દેશોએ વિદ્યાર્થીઓગ્રેજ્યુએટ્સસંશોધકો અને બિઝનેસમેનના એક્સ્ચેન્જને પ્રોત્સાહન આપવા માટે માઇગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશીપ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.  

ફેડરેશન યુનિવર્સિટીએ એજન્ટોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ભારતના કેટલાંક રાજ્યોના વિદ્યાર્થીઓની અરજીઓને ગૃહ વિભાગે નકારી કાઢી હોય તેવા પ્રમાણમાં વધારો થયો છે. અમને આશા હતી કે આ ટૂંકા ગાળાનો મુદ્દો સાબિત થશેપરંતુ હવે તે સ્પષ્ટ છે કે એક ટ્રેન્ડ ઉભરી રહ્યો છે. વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે પ્રતિબંધ ઓછામાં ઓછા બે મહિના – મે અને જૂન 2023 માટે રહેશે. 

ગયા મહિનેવિક્ટોરિયા યુનિવર્સિટીએડિથ કોવાન યુનિવર્સિટીટોરેન્સ યુનિવર્સિટી અને સધર્ન ક્રોસ યુનિવર્સિટી સહિતની ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓએ કેટલાક ભારતીય રાજ્યોના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ અથવા નિયંત્રણો મૂક્યા હતા.  

LEAVE A REPLY

one × 5 =