(istockphoto.com)

યુકેમાં ખાલિસ્તાની તરફી તત્વોની વધતી જતી પ્રવૃત્તિઓને લઈને ભારતમાં વધી રહેલી ચિંતાઓ અને માર્ચ મહિનામાં લંડનમાં ભારતીય હાઈ કમિશન પર થયેલા હુમલા બાદ યુકેના સીક્યુરીટી મિનિસ્ટર ટોમ ટૂગેન્ધાતે ગુરુવારે નવી દિલ્હીમાં ભારતના વિદેશ પ્રધાન, એસ જયશંકર સાથેની બેઠક દરમિયાન “ખાલિસ્તાન તરફી ઉગ્રવાદ”નો સામનો કરવા માટે બ્રિટનની ક્ષમતા વધારવા માટે £95,000 પાઉન્ડના નવા ભંડોળની જાહેરાત કરી છે.

સુરક્ષા પહેલો પર દ્વિપક્ષીય સહયોગ વધારવા અને કોલકાતામાં G20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રી સ્તરની બેઠકમાં હાજરી આપવા માટે ટૂગેન્ધાત ગુરુવારથી ભારતની ત્રણ દિવસીય મુલાકાતે ગયા હતા. દિલ્હીમાં તેઓ વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળ્યા હતા.
ભારતીય હાઈ કમિશને શુક્રવારે જણાવ્યું હતું કે £95,000નું રોકાણ “ખાલિસ્તાન તરફી ઉગ્રવાદ” દ્વારા ઉભા થતા ખતરા અંગે સરકારની સમજને વધારશે અને જોઇન્ટ એક્સ્ટ્રીમીઝમ ટાસ્ક ફોર્સ દ્વારા યુકે અને ભારત વચ્ચે પહેલાથી જ ચાલી રહેલા સંયુક્ત કાર્યને પૂરક બનાવશે.

ટૂગેન્ધાતે કહ્યું હતું કે “ભારત અને યુકે વચ્ચેનો જીવંત પુલ અમારી ઊંડી અને કાયમી મિત્રતાને પ્રતિબિંબિત કરે છે. વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી લોકશાહી તરીકે, અમારી પાસે વિશ્વને સુરક્ષિત અને વધુ સમૃદ્ધ સ્થળ બનાવવા માટે ઘણી સહિયારી તકો છે. બે રાષ્ટ્રો વચ્ચે ઊંડી ભાગીદારીનો અર્થ છે કે અમે બંનેનો સામનો કરી રહેલા સુરક્ષા જોખમોનો વધુ અસરકારક રીતે સામનો કરી શકીએ છીએ. હું ઉગ્રવાદ વિશે અમારી સમજણ અને ક્ષમતાઓને વધારવા માટે સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છું.”

ટૂગેન્ધતે કહ્યું હતું કે ‘’હું G20 મીટિંગમાં હાજરી આપીને ખુશ છું. ભ્રષ્ટાચાર આપણી સમૃદ્ધિને અને સમાજને નુકસાન પહોંચાડે છે તથા આપણી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે છે. ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી G20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રી સ્તરની બેઠકમાં હાજરી આપીને મને આનંદ થાય છે.”

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ તેમના બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ‘’આ યુકેનો આંતરિક મામલો છે. ચોક્કસપણે, અમે યુકેની બાજુએ ઉગ્રવાદીઓ અને કટ્ટરપંથીઓ, ખાસ કરીને જેઓ હિંસા ભડકાવી રહ્યા છે અને સુરક્ષા માટે જોખમ ઊભું કરી રહ્યા છે તેમની સામે પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકી રહ્યા છીએ. લંડનમાં ભારતીય મિશનની સુરક્ષા સંબંધિત મુદ્દાઓ બંને પક્ષો વચ્ચેની “ચાલુ વાતચીત” નો એક ભાગ છે. અમે યુકે સાથે પગલાંઓ પર કરી રહ્યા છીએ. 15 ઓગસ્ટે ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને ભારત વધારાના સુરક્ષા પગલાં લેવા માંગે છે.’’
ગુરુવારે ટૂગેન્ધાત સાથેની વાતચીત પછી, એસ જયશંકરે ‘X’ (ટ્વીટર) પર કહ્યું હતું કે ‘’ભારત અને યુકે તેમની ભાગીદારી કેવી રીતે બનાવી શકે તે વિષે તેમણે ચર્ચા કરી છે.’’

LEAVE A REPLY

twenty − twenty =