યુકે સ્થિત 75 વર્ષના NRI પુરુષ સાથે લગ્ન કરવા અમેરિકાના સિએટલથી પંજાબ આવેલી 71 વર્ષીય અમેરિકી નાગરિકની કથિત હત્યા કરાઈ હતી.લુધિયાણા પોલીસે મહિલાના ગુમ થવા અંગે નોંધાયેલી એફઆઈઆરમાં શંકાસ્પદોને ઓળખ્યા પછી જુલાઈમાં બનેલી આ ઘટના તાજેતરમાં જ પ્રકાશમાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે રૂપિન્દર કૌર પંઢેર ઇંગ્લેન્ડ સ્થિત બિન-નિવાસી ભારતીય (NRI) ચરણજીત સિંહ ગ્રેવાલના આમંત્રણ પર ભારત આવ્યા હતાં, ગ્રેવાલ મૂળ લુધિયાણાના રહેવાસી હતાં અને તેમના વરરાજા બનવાના હતાં. ગ્રેવાલે જ તેણીની હત્યા કરાવનાર વ્યક્તિ હતાં.24 જુલાઈના રોજ જ્યારે પંઢેરની બહેન કમલ કૌર ખૈરાહનો મોબાઇલ ફોન બંધ જોવા મળ્યો ત્યારે તેમને શંકા ગઈ હતી. 28 જુલાઈ સુધીમાં, ખૈરાહે નવી દિલ્હી સ્થિત યુએસ દૂતાવાસને એલર્ટ કર્યું હતું.દૂતાવાસના દબાણથી પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસે અમેરિકન નાગરિકની હત્યાના આરોપમાં માલ્હા પટ્ટીના સુખજીત સિંહ સોનુની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સોનુએ કથિત રીતે કબૂલ્યું હતું કે તેને પંઢેરની તેના ઘરમાં હત્યા કરી હતી અને તેના મૃતદેહને સ્ટોરરૂમમાં સળગાવી દીધો હતો.પોલીસે જણાવ્યું હતું કે ગ્રેવાલે પંઢેરની હત્યા માટે માટે રૂ.50 લાખની સોપરી આપી હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે હત્યા પાછળનો હેતુ નાણાકીય હતો. પંઢરે ભારત મુલાકાત પહેલા ગ્રેવાલને નોંધપાત્ર રકમ ટ્રાન્સફર કરી હતી.
