યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનની બહાર નીકળતા દેશવાસીઓના ભોજન ખર્ચમાં અંદાજે 6 બિલિયન પાઉન્ડનો વધારો થયો છે, જેનાથી ગરીબ લોકો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા છે અને તે સરેરાશ કરતા વધુ ફુગાવાને વધુ વેગ આપી રહ્યું છે, તેમ તાજેતરમાં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ-LSEના અધ્યયનમાં જણાવાયું હતું. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના તારણો પ્રમાણે, બ્રેક્ઝિટના કારણે 2021ના અંત સુધીના બે વર્ષમાં લોકોના ભોજન ખર્ચમાં સરેરાશ 210 પાઉન્ડનો વધારો થયો છે. LSEના રીપોર્ટમાં જણાવાયું છે કે, EUની આયાત પર જરૂરિયાતોના વધતા ખર્ચને કારણે ખાદ્યાન્નની કિંમતમાં વધારો થયો હતો.

LSE દ્વારા એ તારણ કાઢવામાં આવ્યું હતું કે, જુદી જુદી કંપનીઓએ વધુ ખર્ચની અપેક્ષા રાખી હતી અને તે મુજબ કિંમતો નક્કી કરી હોવાથી બ્રેક્ઝિટે 2019ના અંતથી ભોજન ખર્ચમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું. તેમાં વધુ જણાવવામાં આવ્યું હતું કે, બે વર્ષના સમયગાળામાં ઉત્પાદનોની કિંમતમાં છ ટકાનો વધારો થયો છે.
ભોજન ખર્ચમાં અપ્રમાણસર વધારાના કારણે ગરીબોને અસર થઇ છે, કારણ કે ઓછી આવક ધરાવતા લોકો ધનવાન લોકો કરતાં પોતાના પગારનો મોટો હિસ્સો ભોજન પર ખર્ચે છે.

આ અંગે બ્રિસ્ટોલ યુનિવર્સિટીના પ્રોફેસર અને અધ્યનના સહ-લેખક રિચર્ડ ડેવિસે જણાવ્યું હતું કે, “EUમાંથી બહાર નીકળતી વેળાએ UKમાં થોડા વ્યાપારિક અવરોધો સાથે ગાઢ વ્યાપારિક સંબંધો અરસપરસ બદલાયા હતા, જ્યાં માલ-સામાન સરહદ બહાર જાય તે અગાઉ કેટલીક કાર્યવાહી થાય તે જરૂરી છે.”

LEAVE A REPLY

two × 2 =