ફિલિપાઈન્સની સૌથી મોટી જેલના 70 કેદીઓના મૃતદેહોની ગત શુક્રવારે સામુહિક દફનવિધિ કરવામાં આવી હતી. અગાઉ મનીલાના ફ્યુનરલ હોમમાં કોહવાયેલા મળ્યા મૃતદેહો મળ્યાના એક અઠવાડિયા પછી તેમને દફનાવવામાં આવ્યા હતા. આ મૃતદેહો એક કેદીના મૃત્યુની તપાસ દરમિયાન પોલીસને મળેલા 176 મૃતદેહો પૈકીના હતા, તેમના પર ઓક્ટોબરની શરૂઆતમાં એક પત્રકારની હત્યામાં સામેલ હોવાનો આરોપ હતો. દેશની હેલ્થ એન્ડ વેલ્ફેર સર્વિસીઝના બ્યૂરો ઓફ કરેક્શન્સના એક્ટિંગ ડાયરેક્ટર સેસિલિયા વિલ્લાન્યુએવાએ જણાવ્યું હતું કે, મોટાભાગના કેદીઓનું મૃત્યુ “કુદરતી કારણો”થી થયું છે. આ કેદીઓમાં એક જાપાની નાગરિક પણ હતો.

વિલ્લાન્યુએવાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી દફનાવાયેલા 140 મૃતદેહોમાંથી 127 તો ખરાબ રીતે કોહવાઇ ગયા હતા અને તે મૃતદેહોની ફરીથી તપાસ પણ થઇ શકી નહોતી.

આ કેદીઓના મોટાભાગના પરિવારજનો ગરીબ હોવાથી તેમણે મૃતદેહો પર દાવો કર્યો નહોતો, તેથી ડિસેમ્બર 2021માં ફ્યુનરલ હોમમાં મૃતદેહોનો ઢગલો થવાનું શરૂ થયું હતું.

LEAVE A REPLY

ten + 11 =