કન્ફેડરેશન ઑફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રી (CBI) અને કન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) દ્વારા મેમોરેન્ડમના ભાગ રૂપે ક્રોસ ઈન્ડસ્ટ્રી સહયોગ વધારવા અને યુકે-ઈન્ડિયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ને આગળ ધપાવવા માટેના સંયુક્ત કમિશન યુકે ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી ટાસ્કફોર્સને સોમવારે લોન્ચ કરવામાં આવ્યું હતું. નવો ટાસ્ક ફોર્સ FTA બંને દેશોના બિઝનેસીસના લાભ માટે કામ કરે તે સુનિશ્ચિત કરવા ચર્ચા કરવા “ક્રિટીકલ ફોરમ” પ્રદાન કરે.

ભારત અને યુકેમાં મંત્રી સ્તરે ટ્રેડ-ઓફ, માર્કેટ એક્સેસમાં બ્રેકડાઉન અવરોધો અને ઓન-ધ-ગ્રાઉન્ડ બિઝનેસ ઇન્ટેલિજન્સમાં ફીડ કરવામાં મદદ કરવા માટે દેખરેખ પૂરી પાડવા અને મુખ્ય લક્ષ્યોથી આગળ મળવા માટે આ સંયુક્ત કમિશનની રચના કરવામાં આવી છે.

સીબીઆઈ પ્રમુખ લોર્ડ કરણ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, “વેપાર, રોકાણ, આબોહવા અને આરોગ્ય ક્ષેત્રે આપણા સંબંધોને મજબૂત કરવા આ નવા કમિશન પર હું CII સાથે કામ કરવા આતુર છું. વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા સાથેનો FTA હવે નજીક જ છે. વેપારમાં અવરોધો ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તે સોદો કરવો હવે આવશ્યક છે. આ સોદામાં વિન્ડ ટર્બાઇનના ભાગો પરના ટેરિફમાં ભારે ઘટાડો કરવાની ક્ષમતા છે.’’

ગયા મહિને ભારતની મુલાકાત દરમિયાન, બોરિસ જૉન્સને ખુલાસો કર્યો હતો કે વાટાઘાટકારોને FTA ડ્રાફ્ટ પૂર્ણ કરવા માટે ઓક્ટોબર – દિવાળીનો સમય અપાયો છે. નવી દિલ્હીમાં મંત્રણાનો ત્રીજો રાઉન્ડ પૂર્ણ કરાયો છે, જેમાં વેપારમાં અવરોધો ઘટાડવા, ટેરિફમાં ઘટાડો કરવા અને નિકાસમાં સહાયક કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ભારત સાથે એફટીએથી ભારતમાં યુકેની નિકાસ લગભગ બમણી થવાની અપેક્ષા છે.

વેપારના સોદાથી 2035 સુધીમાં બ્રિટનના કુલ વેપારમાં વાર્ષિક 28 બિલિયન પાઉન્ડનો વધારો થવાની અને સમગ્ર યુકેના પ્રદેશોમાં વેતનમાં 3 બિલિયન પાઉન્ડનો વધારો થવાની અપેક્ષા છે.

CIIના ડાયરેક્ટર-જનરલ ચંદ્રજિત બેનર્જીએ જણાવ્યું હતું કે, “આ ભાગીદારી એ સહિયારી ચિંતાઓને સંબોધવા, સામાન્ય હિતોને ઓળખવા અને વધુ સમજણ કેળવવાની અને આર્થિક અને વૈશ્વિક ચિંતાઓના મુદ્દાઓને ઉકેલવા માટે ક્ષમતા વિકસાવવાની તક છે.”

બન્ને સંગઠનો બંને દેશોમાં તમામ કદના 300,000 થી વધુ બિઝનેસીસનું પ્રતિનિધિત્વ કરે છે.