Stefan Rousseau/Pool via REUTERS

ભારતની બે દિવસની મુલાકાત આવેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને પ્રથમ દિવસે ગુજરાતની મુલાકાત લીધી હતી અને પછી નવી દિલ્હીમાં ગયા હતા. ભારતની રાજધાનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજ્યા બાદ તેમણે ગુજરાત પ્રવાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તેમનું ગુજરાતમાં અદભૂત સ્વાગત થયું હતું અને તેમને પોતે અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકર હોય તેવું લાગ્યું હતું. જોન્સને જણાવ્યું હતું કે આ પડકારજનક સમયમાં મારૂં માનવું છે કે, આપણે ખાસ મિત્રો વધુ નજીક આવીએ. તેમણે જણાવ્યું હતું કે “ગઇકાલે હું તમારા અલબત્ત નરેન્દ્રના જન્મસ્થળ ગુજરાતની મુલાકાત લેનારો પ્રથમ કન્ઝર્વેટિવ વડાપ્રધાન બન્યો હતો. તમે હમણા કહ્યું કે ગુજરાત અડધો અડધ બ્રિટિશ ઇન્ડિયનનું વતન છે અને મારું અદભૂત સ્વાગત થયું હતું. અદભૂત, મને સચિન તેંડુકલર જેવું લાગ્યું અને અમિતાભ બચ્ચનની જેમાં મારો ચહેરો સર્વવ્યાપી હતી. હું દરેક જગ્યાએ દેખાતો હતો અને તે ફેન્ટાસ્ટિક હતું.”