યુક્રેનની ભ્રષ્ટાચાર નિવારણ માટેની નેશનલ એજન્સી (NAPC)એ ભારતીય ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK)ને “યુદ્ધના આંતરરાષ્ટ્રીય પ્રાયોજકો”ની યાદીમાં સામેલ કરી છે. વિશ્વના લગભગ 95 ટકા હીરા ભારતમાં બને છે. આ કંપની રશિયાના ડાયમંડ ખરીદતી હોવાનું માનવામાં આવે છે.

NAPC જણાવ્યા અનુસાર કંપનીની વાર્ષિક આવક $1.3 બિલિયનથી વધુ છે. SRK રફ હીરા મેળવ્યા પછી, કટિંગ, પોલિશિંગ અને વર્ગીકરણ કરે છે અને પછી તેની નિકાસ કરે છે.  SRK રશિયન કંપની અલરોસા પાસેથી કેટલાક રફ હીરાની આયાત કરતી હોવાની શક્યતા છે. અલસોરા વોલ્યુમની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી હીરા ઉત્પાદક છે. યુક્રેન યુદ્ધ બાદ યુનાઇટેડ સ્ટેટ્સે અલરોસા સામે પ્રતિબંધો જારી કર્યા હતા. જોકે, યુરોપિયન યુનિયન ગયા વર્ષે $1.5 બિલિયન મૂલ્યના રશિયન હીરા ખરીદ્યા હતા કારણ કે તેણે અલરોસા પર પ્રતિબંધો લાદ્યા નથી.

પ્રેસ નોટમાં ઉમેર્યું હતું કે અન્ય પશ્ચિમી કંપનીઓ “રશિયન બજારને બાયપાસ કરે છે, ત્યારે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ સક્રિયપણે સાનુકૂળ શરતો પર રશિયન હીરા ખરીદે છે, તેથી તે યુક્રેન સામે આક્રમકતાને સક્રિયપણે પ્રાયોજિત કરે છે”.

કંપનીએ આરોપો નકાર્યા, કાનૂની કાર્યવાહીની ચીમકી

જોકે આ આરોપને નકારતા ભારતીય કંપનીએ કહ્યું હતું કે આ આરોપ “ભારતના હીરા ઉદ્યોગને કલંકિત” કરવાના હેતુથી કરવામાં આવ્યો છે. તેની વેબસાઈટ પર પ્રકાશિત એક નિવેદનમાં શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સે દાવો કર્યો છે કે તેને વૈશ્વિક ભૌગોલિક રાજનીતિ, ખોટી માહિતી અને પાયાવિહોણા આરોપોના જાળામાં અન્યાયી રીતે ટાર્ગેટ કરાઈ છે.  SRK કોઈપણ સંઘર્ષને સમર્થન આપતી નથી તેવો દાવો કરીને કંપનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઇ પણ પ્રકારના સંઘર્ષમાં સામેલ એકમો કે વ્યક્તિઓ સાથે તે કોઇ ટ્રાન્ઝેક્શન કરતી નથી. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય કંપની તેની અને ભારતની વૈશ્વિક છબીને સુરક્ષિત રાખવા માટે સંબંધિત એજન્સી સામે કાનૂની કાર્યવાહી કરવાનો અધિકાર અનામત રાખ્યો છે.

 

 

LEAVE A REPLY

18 − 4 =