કડકડતી ઠંડી વચ્ચે સતત બે દિવસ સુધી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. રવિવાર, 29 જાન્યુઆરીએ અમદાવાદના પૂર્વના વિસ્તારમાં બીજા દિવસે પણ કમોસમી વરસાદ પડ્યો હતી. શહેરના નરોડા, નિકોલ, ઈસનપુરા, નારોલ, થલતેજ સહિતના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. અગાઉના દિવસે શહેરના કેટલાંક વિસ્તારમાં કરા પડ્યા હતા.

અમરેલી જિલ્લાના હામાપૂર ગામે કરા સાથે વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લાના બગસરા, બાબરા, સહિતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. બપોરના સમયે અમરેલી શહેરના રાજકમલ રોડ પર ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. બગસરાના હામાપુરા સમઢીયાળામાં વરસાદ પડતા ઘઉં, ચણા, જીરૂ, ધાણા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

અમદાવાદ સહિત આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, ભાવનગર, વિસનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આવામાં ભરશિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. કમોસમી વરસાદને લીધે પાકને મોટું નુકસાન પહોંચવાની ભીતી સેવાઇ રહી છે.અગાઉ હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. અમદાવાદના મણિનગર ગોરના કૂવા વિસ્તારમાં વાદળોની ગર્જના સાથે વરસાદી ઝાપટું પડતા રોડ પર સાઈડમાં પાણી ભરાયાં હતાં..

LEAVE A REPLY

nine − 2 =