Governor of Moscow Region Andrei Vorobyov via Telegram/Handout via REUTERS

તુર્કીમાં સોમવાર, 2 જૂને સીધી શાંતિ મંત્રણાની પૂર્વસંધ્યાએ રશિયા અને યુક્રેને રવિવાર, 1 પહેલી જૂને એકબીજા પર અત્યાર સુધીના સૌથી મોટા ડ્રોન હુમલા કર્યાં હતાં. રશિયાએ આશરે 472 ડ્રોન અને સાત મિસાઇલથી કરેલા ભીષણ હુમલામાં યુક્રેનના 12 સૈનિકોના મોત થયાં હતાં અને ઓછામાં ઓછા 60 લોકો ઘાયલ થયા હતાં. ડ્રોન હુમલાનો વળતો જવાબ આપીને યુક્રેને છેક સાયબેરિયા સુધીના રશિયાના અનેક એરબેઝને નિશાન બનાવ્યા હતાં અને ઓછામાં ઓછા 40 લશ્કરી બોમ્બરોનો તોડી પાડ્યાં હતાં.

પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે SBU સુરક્ષા સેવા દ્વારા “સ્પાઇડર્સ વેબ” ઓપરેશનમાં 117 ડ્રોનનો ઉપયોગ કરાયો હતો, જેમાં વ્યૂહાત્મક ક્રુઝ મિસાઇલ કેરિયર્સના 34% પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાઓનું આયોજન કરવામાં દોઢ વર્ષનો સમય લાગ્યો હતો.રશિયાએ પાંચ પ્રદેશોમાં યુક્રેનિયન હુમલાઓની પુષ્ટિ આપીને તેને “આતંકવાદી કૃત્ય” ગણાવ્યું હતું.

યુક્રેનને આશરે 4,300 કિમી દૂર સાઇબિરીયામાં એક લશ્કરી બેઝ પર પરમાણુ-સક્ષમ લાંબા અંતરના બોમ્બર વિમાનો પર હુમલો કર્યો હતો.યુક્રેનને એરફોર્સે જણાવ્યું હતું કે રશિયાએ કિવ પર રાત્રે 472 ડ્રોન અને સાત મિસાઇલોથી પ્રહાર કર્યો હતો. આમાંથી આશરે 382 ડ્રોન અને ત્રણ મિસાઇલોને હવામાં જ તોડી પાડવામાં આવી હતી. યુક્રેનના લશ્કરી તાલીમ ગ્રાઉન્ડ પરના હુમલામાં 12 સૈનિકો મોત થયા હતાં અને 60થી વધુ લોકો ઘાયલ થયાં હતાં.

આ હુમલાના જવાબમાં યુક્રેને રશિયામાં તેનું સૌથી મોટું ડ્રોન-આધારિત ઓપરેશનો ચાલુ કરીને અનેક એરબેઝ પર હુમલા કર્યા હતાં. યુક્રેને પૂર્વી સાઇબિરીયા જેવા દૂરના વિસ્તારો સુધીના રશિયન એરબેઝને ટાર્ગેટ કર્યા હતાં. રશિયાના સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી હતી કે યુક્રેને પાંચ પ્રદેશોમાં મિલિટરી એરફિલ્ડને ટાર્ગેટ કરીને હુમલા કર્યા હતા અને તેનાથી ઘણા વિમાનોમાં આગ લાગી હતી. આ હુમલાઓ મુર્મન્સ્ક, ઇર્કુત્સ્ક, ઇવાનોવો, રાયઝાન અને અમુર પ્રદેશોમાં થયા હતા. મુર્મન્સ્ક અને ઇર્કુત્સ્ક સિવાયના તમામ પ્રદેશોમાં હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતાં.આગ બુઝાવી દેવામાં આવી હતી અને કોઈ જાનહાનિ થઈ નથી.

યુક્રેનના અધિકારીએ જણાવ્યું હતું કે યુક્રેનને આવું મોટું ઓપરેશન હાધ ધરતા દોઢ વર્ષ લાગ્યું હતું અને પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સકીને તેની સીધી દેખરેખ રાખી હતી. રશિયન પ્રદેશમાં દૂરના વિસ્તારો સુધી ટ્રક મારફત ડ્રોન લઈ જવાયા હતા. રશિયાનો ઇર્કુત્સ્ક રિજન યુક્રેનથી આશરે 4,000 કિમી દૂર છે. આ પ્રદેશમાં યુક્રેનિયન ડ્રોન પહેલી વાર જોવા મળ્યાં હતાં.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે રવિવારે યુક્રેનના સુમી પ્રદેશમાં ઓલેકસીવકા ગામ પર અંકુશ મેળવ્યો હોવાનો દાવો કર્યો હતો.

 

LEAVE A REPLY