REUTERS/Christian Hartmann

પેરિસ સેન્ટ-જર્મન (PSG)એ રવિવારે (1 જૂન) પોતાનું પ્રથમ UEFA ચેમ્પિયન્સ લીગ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તેને મ્યુનિકના આલિયાન્ઝ એરેના ખાતે ઇન્ટર મિલાનને 5-0થી હરાવ્યું હતું. 70 વર્ષના ઇતિહાસમાં ચેમ્પિયન્સ લીગ ફાઇનલમાં આ સૌથી મોટો માર્જિન વિજય હતો. વધુમાં PSGએ 2024-25 સીઝનમાં લીગ 1 અને કૂપ ડી ફ્રાન્સ જીતીને ત્રેવડી સિદ્ધિ હાંસલ કરી હતી.

આ જીત પીએસજીના કતારી માલિકો માટે એક સ્વપ્ન સાકાર થયું હતું, જેમણે આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એક દાયકાથી વધુ સમય વિતાવ્યો છે.ચેમ્પિયન્સ લીગ જીત સાથે પીએસજીએ ફ્રેન્ચ ફૂટબોલમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો હતો. ૧૯૯૩ માર્સેલેએ એસી મિલાનને હરાવ્યા પછી, ફ્રેન્ચ ક્લબે યુરોપિયન કપ જીત્યો હોય તેવો આ બીજો પ્રસંગ છે.

૫-૦ની સરસાઈ સાથેનો આ વિજય રેકોર્ડબ્રેક હતો કારણ કે તેને ૧૯૮૯ અને ૧૯૯૪માં એસી મિલાન અને ૧૯૭૪માં બાયર્ન મ્યુનિક દ્વારા ૪-૦થી જીત મેળવ્યાના અગાઉના સ્કોરને વટાવી દીધો હતો. નોંધનીય છે કે પીએસજી અગાઉ ૨૦૨૦માં ફાઇનલમાં પહોંચ્યું હતું જ્યાં તેઓ બાયર્ન મ્યુનિક સામે હારી ગયા હતા.

LEAVE A REPLY