ભારતની આઝાદીના મુખ્ય લડવૈયા મહાત્મા ગાંધીને અમેરિકા દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવે તેવી સંભાવના છે. આ માટે અમેરિકી સંસદમાં ફરીથી પ્રસ્તાવ રજૂ કરવામા આવ્યો છે, જે ન્યૂયોર્કના એક સાંસદે મુક્યો છે. તેમણે શાંતિ અને અહિંસાને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધીને કોંગ્રેસના સ્વર્ણ પદકથી સન્માનિત કરવાનો પ્રસ્તાવ અમેરિકી પ્રતિનિધિ સભામાં 13 ઓગસ્ટે રજૂ કર્યો છે. મહાત્મા ગાંધી અમેરિકી કોંગ્રેસનુ સ્વર્ણ પદક પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય હશે.
અગાઉ આ સન્માન જ્યોર્જ વોશિંગ્ટન, નેલ્સન મંડેલા, માર્ટિન લ્યૂથર કિંગ જુનિયર, મધર ટેરેસા અને રોજા પાર્ક્સ જેવી મહાન હસ્તીઓને આપવામાં આવી ચૂક્યો છે. મહાત્મા ગાંધીનો ઐતિહાસિક સત્યાગ્રહ અહિંસક પ્રતિરોધના આંદોલને એક રાષ્ટ્ર અને વિશ્વને પ્રેરણા આપી છે. તેમનું ઉદાહરણ અમને બીજાની સેવા માટે ખુદને સમર્પિત કરવા માટે ઉત્સાહિત કરે છે.