ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, આપણા લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14મી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવામાં આવશે.
વડાપ્રધાને શ્રેણીબદ્ધ ટ્વીટમાં જણાવ્યું હતું કે, દેશના ભાગલાની પીડા ક્યારેય ભૂલી શકાય તેમ નથી. નફરત અને હિંસાને કારણે, આપણી લાખો બહેનો અને ભાઈઓ વિસ્થાપિત થયા અને જીવ પણ ગુમાવ્યા. તે લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14 મી ઓગસ્ટને ‘વિભિષિકા સ્મારક દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. #PartitionHorrorsRemembranceDay નો આ દિવસ આપણને ભેદભાવ, દુશ્મનાવટ અને દુરાગ્રહના ઝેરને દૂર કરવા માટે પ્રેરણા તો આપશે જ, પરંતુ તે એકતા, સામાજિક સમરસતા અને માનવીય સંવેદનાઓને પણ મજબૂત બનાવશે.